सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે પૂ મોરારિબાપુએ રામકથાના પ્રવાહથી ભક્તિમય કરી દીધા

જેના જીવનમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સાથે સદગુરૂ મળી જાય તેને ભગવદભક્તિ પ્રાપ્ત થાય : પૂ .મોરારિ બાપુ

યેશા શાહ
  • Feb 5 2025 5:34PM
અવધૂત યોગીરાજ શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે  નડિયાદના શ્રી સંતરામ મંદિર પરિસરમાં રામકથાનો પ્રવાહ પાંચમા  દિવસે આગળ ધપાવતા પૂ મોરારિબાપુ એ  પૂ .રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસની કેટલીક પંક્તિઓનું ગાન કરી શ્રોતાજનોને સમજાવી હતી અને કહ્યું હતું કે જેના જીવનમાં ભક્તિ ,જ્ઞાન અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય અને સદગુરુ હોય તેને ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય.સહુને  ગ્રંથોનો સંગ કરવા પૂ મોરારિ બાપુએ જણાવ્યું હતું.મહાપુરુષનો સંગ મળે કે ના મળે તેમના ગ્રંથોનો સંગ કરજો.કોઈ સાધુ..મહાપુરુષ ને જાણો..તેના સ્વભાવને જાણો.સત્પુરુષ આપણને અંદર થી ઘડે છે.જેને કોઈ  ઈચ્છા  જ ન હોય..એવો યોગી મારી કાયાનો ઘડનારો હોય.રામાયણની કથા ખાણ છે.એમાં પહેલ  પાડવાના છે.રામચરિત માનસ એ મારો શ્વાસ છે..એમ પૂ મોરારિ બાપુએ કહેતા જણાવ્યું હતું કે જો આ ના હોત તો  હું ના  હોત.પૂ.મોરારિ બાપુ એ ઘર ને જ મંદિર બનાવવા વ્યાસપીઠ પરથી શીખ આપી હતી.ઘરમાં ખાવાની ..પીવાની અભક્ષ્ય  વસ્તુઓ ના આવવી જોઈએ.અન્ન શુદ્ધ હોય તો મન  શુદ્ધ  રહે.

આ સાથે નડિયાદના આંગણે શ્રી સંતરામ સમાધિ પર્વે પૂ.મોરારીબાપુની કથા પૂર્વે ઋષિકેશથી  પધારેલા કૈલાશ આશ્રમના બ્રહ્મવિદ્યા પીઠ ના સંવિદભાસ્કરગિરિજી એ પોતાના મનનીય પ્રવચન માં જણાવ્યું હતું કે, સંતરામ મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજે  યોગીરાજ માનસ ગ્રંથ લખ્યો છે.તે સંતરામ ભક્તો સહિત સહુ કોઈ માટે ઉપકારક છે.આ ગ્રંથમાં ભગવાન દત્તાત્રેયનું ચરિત્ર વર્ણિત છે.રામ ચરિત માનસમાં જેમ રામનું નામ મણીરાજ છે. તેમ આ ગ્રંથ માં ભગવાન દત્તાત્રેયનું નામ વણાયેલું છે. ગ્રંથમાં સંતરામ મહારાજ અને લક્ષ્મણદાજી મહારાજનો સંવાદ છે.એ સિવાય સંતરામ ગુરુ પરંપરાના ગુરુઓનું જીવન ચરિત્ર છે. સહુ સંતરામ ભક્તોએ તેનું પઠન કરવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

આજની કથાના ઉપસ્થિત મહાનુભાવો ભગતના ગામથી મહામંડલેશ્વર દુર્ગાદાસજી મહારાજ, રામજી મંદિર,નડિયાદના પરમેશ્વરદાસજી, 
માઇ મંદિર, નડિયાદના હરેન્દ્ર પ્રસાદજી વેમ્બલી યુ.કે થી સંતરામ ભક્ત મંડળ અને કવિ પદ્મશ્રી તુષાર શુકલ ...કવિ તુષાર  શુકલએ પોતાની કાવ્ય રચના રજૂ કરી  હતી, યજમાન પરિવારના મોહિતભાઈ પટેલ,જયેશભાઇ પટેલ પરિવારના સભ્યો હાજર રહી ઉપસ્થિત સંતોનુ સ્વાગત કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार