બહેને જ ભાઇના ઘરમાં ખાતર પાડયું ભાઇના ઘરમાંથી 40 લાખ લઇ પ્રેમી સહિત ત્રણ લોકોને આપ્યા, ભાઈએ પોલીસમાં કરી ફરિયાદ નોંધાવી.
કઠલાલ તાલુકાના ડાભીની મુવાડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નલીનભાઈ ડાભીની નાની બહેન નિત્તલબેને ભાઈના વિશ્વાસનો ભંગ કર્યો છે. નલીનભાઈએ જમીન વેચાણના મળેલા રૂપિયા 40 લાખ ઘરના પીપમાં મૂક્યા હતા. તેની ચાવી નાની બહેન નિત્તલબેનને સોંપી હતી.
નિત્તલબેને આ રકમમાંથી પોતાના પ્રેમી રમેશ રાઠોડને રૂપિયા 30 લાખ આપ્યા હતા. આ ઉપરાંત ગામના ભરતભાઈ ઉર્ફે મંગો રાઠોડને રૂપિયા 8.50 લાખ અને કુણાલ શર્માને રૂપિયા 50 હજાર આપ્યા હતા. આ તમામ રકમ છેલ્લા ત્રણ મહિનામાં આપવામાં આવી હતી.
27મી માર્ચના રોજ નલીનભાઈને પૈસાની જરૂર પડતા પીપ ખોલ્યું તો રૂપિયા ગાયબ હતા. પૂછપરછમાં નિત્તલબેને કબૂલ્યું કે તેણે રમેશ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને અને અન્ય બે વ્યક્તિઓને પૈસા આપ્યા હતા. ત્રણેય વ્યક્તિઓએ પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી પૈસા પરત કર્યા નથી. નલીનભાઈએ પોતાની નાની બહેન નિત્તલબેન, તેના પ્રેમી રમેશ રાઠોડ, ભરતભાઈ રાઠોડ અને કુણાલ શર્મા વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प