આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા વેપારીઓ દંડાયા
૧૩ કિલો પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરાયો રૂપિયા ૮૬૦૦/- સ્થળ ઉપર જ દંડ વસૂલ કરાયો
આણંદ મહાનગર ને સ્વચ્છ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આજે આણંદ મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરતાં વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરી સ્થળ ઉપર જ રૂપિયા ૮૬૦૦/- વસૂલ કરવામાં આવ્યા છે અને ૧૩ કિલો પ્લાસ્ટિક જપ્તી કરવામા આવ્યું છે.
આણંદ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે મહાનગરને સ્વચ્છ રાખવામાં પોતાનો ફાળો આપે અને કચરો આણંદ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઉઘરાવવા આવતા વાહનમાં જ નાખે, અન્યથા મહાનગરપાલિકા ની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प