ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન - નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર.
નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે.જિલ્લા પ્રમુખ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓ માં ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીએ ડેડીયાપાડામાં ભવ્ય રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નર્મદા જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે ડેડીયાપાડા માં સ્થાનિક બીજેપી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ જીલ્યું હતું આ રેલી ની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને સ્થાનિકો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી એ ડેડીયાપાડામાં આ રેલી કાઢવાનો મુખ્ય તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરો ની અંદર એક નવો જોમ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું છે રેલી જાહેર માર્ગો પર ફરી હતી ત્યારે અહીંયા ભાજપે બિરસા મુંડાજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી નીલ રાવ નું સન્નમાન ફૂલો થી નહિ પણ નોટ બુક થી થાય છે અને દેડીયાપાડા માં પણ નીલ રાવ ની નોટ બુક થી તુલા કરવામાં આવી હતી.આગામી દિવસોમાં આ નોટબુક જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ ને કામ લાગશે
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प