મહેમદાવાદ વાત્રક નદી કિનારેના અસામાજિક તત્વના ગેરકાયદેસર મકાનને તોડી પડાયું
મહેમદાવાદ નગરપાલિકા તંત્ર તેમજ વિજ તંત્ર અને વહીવટી તંત્ર ને સાથે રાખી શહેરના અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી
મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ગોળીબાર ના ટેકરાએ આવેલ એક રીઢા ચોરના ગેરકાયદેસર મકાનને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લા પોલીસ દ્વારા તંત્ર રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં મહેમદાવાદ પોલીસ દ્વારા મંગળવારે મહેમદાવાદ નગરપાલિકા તંત્ર તેમજ વિજ તંત્ર અને વહીવટી તંત્ર ને સાથે રાખી શહેરના અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી એ દરમિયાન શહેરના વાત્રક કિનારે ગોળીબારના | ટેકરા ખાતે રહેતા અને હાલ જેલમાં બંધ એવા રીઢા ચોર અર્જુન બાવરી (શીખ )નુ મકાન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા રીઢા ચોર અર્જુન બાવરી (શીખ ) ના મકાનના ગેર કાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प