सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ તાલુકાનું સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું

“પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના” અંતર્ગત ૧૮૩.૨૭ કિલો વોટ સોલર ઓન-ગ્રિડ સિસ્ટમ્સની સફળ સ્થાપના

સુરેશ પારેખ
  • Dec 21 2024 6:05PM
અંદાજીત ૭૭.૭૯ લાખના ખર્ચે ગામના કુલ ૭૮ ઘર પર સોલર રૂફ્ટોપ ઈન્સ્ટોલ કરવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ 


ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના હેઠળ કપડવંજ તાલુકાનું સુકી ગામના તમામ ૭૮ ઘરોમાં આશરે ૧૮૩.૨૭  કિલો વોટ સોલર રૂફ ટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. આમ સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું છે. અંદાજીત ૭૭.૭૯ લાખના ખર્ચે ગામના કુલ ૭૮ ઘર પર સોલર રૂફ્ટોપ ઈન્સ્ટોલ કરવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે. 
ગામના કુલ ૭૮ ઘર પર સોલર રૂફ્ટોપ લગાવવામાં આવ્યા છે. જીલ્લા પ્રશાસન, એમ.જી.વી.સી.એલ, બેંક અને સોલર કંપનીના સહયોગથી અંદાજિત ૫૫ લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. 
છેવાડાના વિસ્તારો સુધી પહોંચવું અને સોલર રૂફટોપ એજન્સી દ્વારા નિયત સમય મર્યાદામાં આ કામગીરી પુર્ણ કરાવવા જેવા મોટા પડાકારો સામે હતા પરંતુ તંત્રની સુસજજ્તાના કારણે આ શક્ય બન્યું છે. સોલર રૂફટોપ એજન્સી અને એમજીવીસીએલના સ્ટાફ દ્વારા તમામ ગ્રાહકોને સમજણ આપવાની સાથે સાથે જરૂરી ટેક્નિકલ જ્ઞાન આપી આ યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. 
તમામ ૭૮ વીજ જોડાણો માટે સોલર યોજનાના નાણાં ભરપાઈ કરાવીને સોલર પેનલ લગાવવાનું કામ એપ્રિલ-મે, ૨૦૨૪ માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આમ ૧૦૦% સોલરાયઝેસનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. "પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના" અંતર્ગત તમામ ગ્રાહકોને ૪૩.૨૭ લાખની સબસિડીનો લાભ પણ આપવામાં આવ્યો છે. આમ ગ્રીન એનર્જી–ક્લીન એનર્જી સાથે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવામાં આવ્યા છે.  
૧૦૦% સોલર વીલેજ થવાના કારણે ગામડાના ગ્રાહકોની વીજ જરૂરિયાત તેમના પોતાના સોલર રૂફટોપ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જેના કારણે તમામને બિલ ભરવામાથી મુક્તિ મળી છે. 
સોલર રૂફટોપ કનેક્શનના ફાયદા પણ ઘણા છે. સોલર રૂફટોપ કનેક્શનના કારણે રહેવાસીઓના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમને નાણાંકીય બચત થાય છે. સાથે જ, સૌર ઊર્જા એ શક્તિનો સ્વચ્છ અને નવીનીકરણીય સ્ત્રોત છે, જે પર્યાવરણની જાળવણીમાં મહત્વનો ફાળો આપે છે. વધુમાં સોલર વીજ જોડાણ દ્વારા ગામના રહેવાસીઓ તેમની જરૂરિયાતની વીજળી પોતે જ ઉત્પન્ન કરી શકે તેટલા સશક્ત બન્યા છે જેથી બાહ્ય પાવર ગ્રીડ પરની નિર્ભરતા પણ ઘટે છે. અને સૌથી અગત્યનું, સ્વચ્છ ઉર્જા ગામના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવે છે તેમજ તેમને આધુનિક સુવિધાઓ મેળવવા સજ્જ બનાવે છે. 
 સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરતાં પહેલા તમામ ગ્રાહકોનું બે માસનું બિલ આશરે ૧૦૨૭૫ યુનિટ અને રૂ. ૬૪૪૨૫ આવતું હતું. પરંતુ " પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના” અંતર્ગત સોલરાયઝેસન થયા બાદ ગ્રાહકોનું બે માસનું બિલ – ૧૩૪૨૨ યુનિટ (ક્રેડિટ યુનિટ) અને રૂપિયા -૩૦૨૦૦ (ક્રેડિટ રૂપિયા) આવતું થયું છે. આમ અંદાજે દરેક ગ્રાહકને બે માસની બિલિંગ સાઇકલમાં ૧૧૮૩ રૂપિયાનો ફાયદો થયાનો અંદાજ છે.
પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના અંતર્ગત ૪૩.૨૭ લાખની સબસિડી, ૩૪.૫૧ લાખ રૂપિયાનો લોકફાળો, આમ કુલ ૭૭.૭૯ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં ૭૮ ઘરોમાં કુલ ૧૮૩.૨૭ કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે. વધુમાં જરૂરિયાતમંદોને KDCC બેંકમાંથી સરળતાથી લોન ઉપલબ્ધ કરાવી હતી. અને મંદિર, દુધમંડલી તથા સ્ટ્રીટ લાઇટ પણ સોલરથી જ કાર્યાન્વિત છે. આ પ્રોજેક્ટની સફળતામાં  MGVCLના સ્ટાફ, ગ્રામજનો, કેડીસીસી બેંક (KDCC)ના કર્મચારીઓ, પંચાયત સ્ટાફ અને દૂધ મંડળીના કર્મચારીઓનો બહુ મોટો ફાળો રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા અમલમાં મૂકેલ “પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના” ના સ્વ્પ્નને સાકાર કરવા ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તેમજ રાજ્યના ઉર્જા અને નાણા મંત્રી કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય, વીજ બિલમાંથી મૂકતી અને વધારાની વીજળી વેચીને આવક થાય તથા પર્યાવરણની દૃષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  
દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને ઉજ્જવળ ભવિષ્યના ધ્યેયને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રહેણાંકના એકમોમાં સોલર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार