सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાકોર સર્કલ પાસે બનેલા નવા બ્રિજના ગડરમાં પદયાત્રીને વીજકરંટ લાગતા અફરાતફરી

આ ઘટનાને લઈ પોલીસે પદયાત્રીનુ નિવેદન લઈ જાણવાજોગની નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે

યેશા શાહ
  • Sep 9 2024 5:35PM
ખેડા જિલ્લાના ડાકોર સર્કલ પાસે બનાવવામાં આવેલો બ્રીજના ગડર પર વીજકરંટ ઉતરતા ચાલીને જતાં એક પદયાત્રીને વીજ કરંટ લાગ્યો હતો, જેથી તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે, અંબાજી જતાં એક પદયાત્રીને આ ગડર પર પગ પડતા કરંટનો જટકો લાગ્યો હતો. કરંટ એટલો બધો હતો કે, આ પદયાત્રીને ડાકોરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. વાઘોડિયાથી અંબાજી જતા સંઘના આ પદયાત્રીને ગતરોજ મોડી સાંજે કરંટ લાગ્યો હતો. બ્રિજના સ્લેબ વચ્ચે મારવામાં આવેલી લોખંડની પ્લેટ પર પગ મૂકતાં વીજ કરંટ લાગ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિકોએ ટેસ્ટરથી ચેક કરતા રસ્તા પરની પ્લેટ (ગડર)માં વીજ કરંટ જોવા મળ્યો હતો. આ કરંટ નજીક આવેલા સ્ટ્રીટ લાઈટના વીજ થાંભલાથી ઉતર્યો હોવાની શક્યતા છે.

આ ઘટનાને લઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયા હતા જે દર્દીનુ નામ હરીશ કાળીદાસ પરમાર (ઉ.વ.18, રહે.વાઘોડીયા) નું નિવેદન લઈ જાણવાજોગની નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार