આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાયટી પાસે રહેતા 26 વર્ષિય રઈશભાઈ જસભાઈ મહીડાની આ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર ચલાવતી 32 વર્ષીય મહિલા સાથે આજથી ચાર-પાંચ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી. આ રઇસ આ સ્ટોર નજીક બેસતો હોવાથી આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. પોતાની અટક મહિડા હોય પોતે મોલેશિયમ ગરાસીયા (મુસ્લિમ) હોવા છતાં હિન્દુ હોવાની ઓળખાણ આપી હતી.
આ મહિલાના પતિને પેરાલિસિસ થયું હોય તેઓ સ્ટોર પણ આવતા ન હતાં એટલે આ રઇસ અને મહિલાના સંબંધો વધુ નિકટના બન્યા હતાં. જે સંબંધની આડમાં આ રઇસ અવારનવાર મહિલાના ઘરે જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો.
મહિલાના પતિ હાજર હોવા છતાં તે આ બદકામ કરતો હતો. મહિલાના પતિને લકવાની અસર હોય તે વ્હીલ ચેરમાં હોય અને મહિલાનો પુત્ર શાળામાં ગયો હોય તે દરમિયાન આ બંને મળતા હતા.
પોલીસે આજે સાંજના રીકન્ટ્રક્શન બહાને આરોપીનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો. નીચા મોઢે રોડ પર ચાલતા આ વિસ્તારના કુખ્યાત એવા આરોપીને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
આરોપીએ કરેલ કૃત્યને લઈ લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.
ખેડા જિલ્લા એસ.પી. દ્વારા તટસ્થ તપાસની આપી ખાતરી
ખુબ જ ગંભીર ગુનો ગણાવતા જિલ્લા પોલીસ વડા
નડીઆદમાં લવજેહાદના મામલે વિધર્મી આરોપીની ધરપકડ
રિકન્ટ્રક્શનના બહાને કાઢી નાખવામાં આવ્યો આરોપીનો વરઘોડો
આરોપી પોતાની જાત છુપાવીને મહિલાને ફસાવી
મહિલાના પતિને બે પગે પેરેલીસીસ હોવાનો ગેરલાભ ઉઠાવ્યો
મહિલા ફરસાણની દુકાન ચલાવતી હતી
બાઈટ. રાજેશ ગઢીયા. એસપી. ખેડા