सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તિરુમાલા લાડુ વીવાદ બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી

વિગતવાર જાણો કોની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ અને આગળની તપાસ શુ હોઇ શકે...

Jashu Bhai Solanki
  • Sep 25 2024 4:41PM

તિરુમાલા પ્રસાદમાં ભેળસેળના મામલામાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં FSSAIએ એક ડેરી કંપનીને નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો હતો. આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના પ્રસાદ (લાડુ)ને લઈને હોબાળો મચ્યો છે.  હાલ ખુબ જ વિવાદમાં છે, આ દરમિયાન, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમએ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ટીટીડીના જનરલ મેનેજર પી મુરલી કૃષ્ણાએ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડ, ડિંડીગુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઘીના ચાર સેમ્પલમાં પશુઓની ચરબી મળી આવી હતી

આ અગાઉ, સરકારે પોલીસ અધિકારી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એક SITની રચના કરી છે જે ભેળસેળના કેસની તપાસ કરશે. તો બીજી તરફ, એક દિવસ પહેલા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમિલનાડુ સ્થિત એક કંપનીને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આરોપ છે કે તિરુમાલા મંદિરના પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીના ચાર સેમ્પલમાં ફિશ ઓઇલ અને પશુઓની ચરબી મળી આવી હતી.

FSSAI એ  એઆર ડેરીને પૂછ્યો આ સવાલ

FSSAI એ એઆર ડેરી ફૂડ પ્રાઇવેટ લિમિટેડને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે શા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (Food Products Standards and Food Additives) રેગ્યુલેશન્સ, 2011 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ તેનું કેન્દ્રીય લાઇસન્સ સસ્પેન્ડ ન કરવું જોઈએ. રેગ્યુલેટરે કહ્યું કે સેન્ટ્રલ લેબોરેટરીમાં ઘીના સેમ્પલના પૃથ્થકરણમાં જાણવા મળ્યું કે તે ધોરણોને અનુરૂપ નથી. TTD ની ઘી ખરીદતી સમિતિએ પૂરા પાડવામાં આવેલા તમામ નમૂનાઓ પરીક્ષણ માટે ગુજરાતના આણંદમાં આવેલી NDDB કાફ લેબમાં મોકલવામાં આવ્યા છે. FSSAI ને જાણવા મળ્યું કે ઘી માન્ય ધારાધોરણોને અનુરુપ નથી.

આંધ્રપ્રદેશના સીએમના દાવા બાદ વિવાદ શરૂ થયો હતો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ગત  આંધ્રપ્રદેશ સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે પશુઓની ચરબી મિશ્રિત ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. નાયડુએ બાદમાં આ દાવાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમની જાહેરાત કરી હતી. રવિવારે, પૂજારીઓએ મંદિર અને પ્રસાદને શુદ્ધ કરવા માટે ધાર્મિક વિધિઓ કરી હતી. મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે લાડુ પ્રસાદની પવિત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળની વાત સામે આવી છે ત્યારથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ હાલ 11 દિવસના ઉપવાસ પર છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार