सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સાથે પોલીસ પરીવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાખી રાસોત્સવનું આયોજન

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવ નું આયોજન કર્યું .

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 7 2024 12:10PM
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડે સુધી રમવાની છુટ આપી ખેલૈયાઓ ને ખુશ કરી દીધા તેના સાથે પોલીસની કામગીરી વધી છે .કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસની કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે , જેને લઇને પોલીસ કર્મચારીઓ ના પરિવારજનો ને ગરબા રમવા માટે નું ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે  ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવ નું બીજી વાર આયોજન કર્યું છે જેમાં ૧૫૦૦ થી વધુ પોલીસ પરિવારના ખેલૈયાઓ રાસ રમે છે અને ગરબાનો આનંદ લેતા હોય છે . દેશ ભાવનગરમાં કાયદાની વાત કરીએ તો , શહેરમાં પાંચ જગ્યાએ કોમર્શિયલ ગરબા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગેઇટના એન્ટ્રી પોઇન્ટ પર ઘર્ષણ ન થાય તે માટે પોલીસ જવાનો રાખવામાં આવી રહ્યા છે . સાથે સાથે ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફીક ની સમસ્યા ઊભી ના થાય તે માટે પોલીસ મોડે સુધી કાર્યરત હોય છે . તેમજ આ વર્ષે  પાંચ "શી ટીમ" મુકવામાં આવી છે જેમાં મહિલા પોલીસ કર્મચારી ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ની વચ્ચે રહી આવારા તત્વો નજર રાખે છે અને શંકાસ્પદ વ્યક્તિ ને પકડી કાયદાકીય કરવાથી કરે છે .
પોલીસ અધિક્ષકે પટેલે જણાવ્યું કે ચૌથા નોરતા ના અંતે હજી સુધી નોરતા ને લઈને કોઈ કાયદો કાનૂન ભંગ ની ફરિયાદ કે અન્ય કોઈ ફરિયાદ આવી નથી .
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार