નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દાદાને અનોખા શેરડીના શણગાર કરાયા
આજે પરંપરાગત રીતે દાદાને મલિન્દો યજ્ઞ સ્વરૂપે જમાડવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી
ખેડા જિલ્લાના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિયલ ૨ મણ શેરડી ધરાવવામાં આવી.
સાથે સાથે દાદાને સુખડી નો ભોગ અને જલેબી બુંદી જેવો પ્રસાદ ધરાવવામાં આવ્યો. પરંપરાગત રીતે દાદાને મલિન્દો યજ્ઞ સ્વરૂપે જમાડવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી.
આ શેરડી શણગારના દર્શન આખો દિવસ ચાલુ રહેશે અને સાંજે 07:30 કલાકે આ શણગાર લઈ લેવામાં આવશે અને રવિવારે સવારે 9 કલાકે થી આ પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.
આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જ્યાં દર શનિવારે દાદા ને અનોખા શણગાર કરવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प