ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદ વધુ એક પ્રતિષ્ઠિત "બેન્કો બ્લુ રિબન એવોર્ડ"થી સન્માનિત
આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ દ્વારા બેંકના મૂલ્યવાન ગ્રાહકોને બેંક ઉપર મુકેલ અતૂટ વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત "બેસ્ટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક બેંકો બ્લુ રિબન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક્ષેત્રે બેંકિંગ, ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા અને નાણાકીય સુરક્ષા અને ડિજિટલ બેન્કિગ પ્રત્યે બેંકે હાંસલ કરેલી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.જેનો શ્રેય બેંકના કાર્યશીલ ચેરમેન શ્રી તેજશકુમાર બી. પટેલ તથા સમસ્ત સંચાલક મંડળના દૂરંદેશી નેતૃત્વ અને બેંકના સૌ સમર્પિત સ્ટાફના અવિરત કાર્યક્ષમ પ્રયાસોને દર્શાવે છે.
આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલ દ્વારા બેંકના મૂલ્યવાન ગ્રાહકોને બેંક ઉપર મુકેલ અતૂટ વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને હજુ પણ આ અતૂટ વિશ્વાસ બેંકને વધુમાં વધુ ઉચ્ચ લક્ષ્યો તથા સિધ્ધિઓ હાંસલ કરવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી,નડીઆદ ગ્રાહક સેવા અને સહકારી બેંકિંગ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા માટે હંમેશા અગ્રેસર રહેશે તેવી પણ જિલ્લાના લોકોને ખાત્રી આપી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प