सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સરદાર પટેલ યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ ખાતે"નેશનલ સાયન્સ ડે” નું સફળ આયોજન

એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઈન સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર વિકસિત ભારત” ની થીમ હેઠળ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવ્યો હતો

ભાવેશ સોની
  • Feb 28 2025 6:20PM
 સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ શુક્રવારના રોજ "એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઈન સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર વિકસિત ભારત” ની થીમ હેઠળ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ શાળા ઓ અને કૉલેજ ના ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ આ નેશનલ સાયન્સ ડે નો લાભ લીધો હતો. સાયન્સ ડેની ઉજવણી ના ભાગ રૂપે  ડિપાર્ટમેન્ટ ના વિધાર્થીઓ દ્વારા સાયન્સ ના વિવિધ મોડેલ, પોસ્ટર અને પ્રેઝન્ટેશનથી વિધાર્થીઓને વિજ્ઞાન વિવિધ પ્રયોગો જોડે અવગત કરવામાં આવ્યા હતા. ઉપરાંત અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સના ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યા હતાં.  શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતાં. યુનિવર્સિટી ના કુલપતિ શ્રી પ્રો. નિરંજનભાઈ પટેલ વિભાગમાં હાજર રહ્યાં હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ વિધાર્થીઓના ભવિષ્ય તેમજ ભારત ના વિકાસમાં વિજ્ઞાનની જરૂરિયાત વિશે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે વિધાર્થીઓને વૈજ્ઞાનિક બનવા માટે પણ પ્રેરિત કર્યા હતાં. સાયન્સ ડે નું સફળ આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ, DST- ગુજરાત સરકારના સંયુક્ત ઉપ ક્રમે ડિપાર્ટમેન્ટ ના ફૅકલ્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार