सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જમ્મુ-કશ્મીરની 24 સીટો પર મતદાન ચાલુ અત્યાર સુધીમાં 11.11 ટકા થયું મતદાન

જમ્મુ-કશ્મીરમાં પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 સીટો પર 219 ઉમેદવારનું ભાવી દાવ પર

Jashu Bhai Solanki
  • Sep 18 2024 10:43AM

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી- કલમ 370 હટાવ્યા પછી પહેલી વાર વિધાનસભા ચૂંટણી યોજાઇ. પીએમ મોદીએ વધારેમાં વધારે મતદાન કરવા લોકોને કરી અપીલ. જમ્મુ કશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી પહેલી વાર વિધાનસભા ચૂંટણી યાજાઇ છે. આજે પ્રથમ તબક્કામાં જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લાઓ અને કશ્મીર ખીણના 4 જિલ્લાની 90 અપક્ષ સહીત કુલ 219 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.  આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહલનો સમાવેશ થાય છે. , ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલનો પણ સમાવેશ થાય છે. 


ક્યાં કેટલું મતદાન

 

1. અનંતનાગ- 10.26%
2. ડોડા- 12.90%
3. કિશ્તવાડ- 14.38%
4. કુલગામ- 10.77%
5. પુલગામ- 9.18%
6. રામબન- 11.91%
7. શોપિયાં- 11.44%

પીએમ મોદીએ લોકોને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી

જમ્મુ કશ્મીરના વિધાનસભા ચૂંટણીને લઇ પીએમ મોદીએ આ લોકશાહીના પર્વમાં વધારેમાં વધારે મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, 'જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત સાથે, હું આજે મતદાન કરનાર તમામ મતવિસ્તારના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીની ઉજવણીને મજબૂત કરવા વિનંતી કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार