सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકો માટેની સંજીવની

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ખેડા જીલ્લાના ૪૮૦થી વધુ બાળકોને વિના મુલ્યે આરોગ્યની સારવાર આપવામાં આવી

યેશા શાહ
  • Sep 10 2024 7:09PM
શિક્ષણ, આરોગ્ય, પરિવહન, રોજગાર જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ નાગરીકોની સુખાકારી માટે કાર્યરત છે. નિરામય આરોગ્યથી વ્યક્તિ, સમાજ અને સમગ્ર દેશનો વિકાસ ઝડપી બની શકે છે. ભારત સરકાર દ્વારા આ વર્ષે બજેટમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે રૂ. ૯૦,૬૫૮.૬૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (એસએચઆરબીએસકે)  અંતર્ગત જિલ્લાની શાળાઓના ૪૮૦ થી વધુ બાળકોને અનેકવિધ બીમારીમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે. જેમાં બાળકને હૃદય, કીડની, કેન્સર તેમજ જન્મજાત બહેરાશની સારવાર માટેની મંજુરી બાળરોગ નિષ્ણાત સીવીલ હોસ્પીટલ નડીયાદ અને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખેડાના લેખિત અભિપ્રાયના આધારે જીલ્લા કક્ષાએથી સ્થળ પર જ આપવામાં આવે છે. તથા વધુ સારવાર માટે અમદાવાદ, સીવીલ હોસ્પીટલ ખાતે આવેલી યુ.એન.મહેતા હાર્ટ હોસ્પીટલ, કીડની હોસ્પીટલ અને કેન્સર હોસ્પીટલમાં મોકલવામાં આવે છે. 

જિલ્લામાં જાન્યુઆરી થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં હૃદયના ૨૪૫, કીડનીના ૯૩, કેન્સરના ૫૦ તથા જન્મજાત બહેરાશના ૧૬ બાળકોને સારવારની મંજુરી આપવામાં આવી છે. જયારે અન્ય બીમારીના ૭૬ બાળકોને સારવારની મંજુરી માટે રાજયકક્ષાએ દરખાસ્ત કરવામાં આવેલ છે. જે રાજયકક્ષાએ થી મંજુર થયેલ છે.

નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષ ૧૯૯૫ થી શાળા આરોગ્ય કાર્યક્રમ ચાલી રહેલ છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય ગુજરાત રાજ્યના રહેવાસી હોય તેવા બાળકોને તેમના જિલ્લામાં જ લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ભણતરનો પુરાવો, વાલીનું સંમત્તિપત્ર, રેશનકાર્ડ અને જન્મનો દાખલો રજુ કરવાના હોય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार