सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ ખાતે “વિકાસ સપ્તાહ” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વિકાસ સપ્તાહ : નડીયાદ ખાતે સમાપન : વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત

યેશા શાહ
  • Oct 16 2024 12:53PM
સમગ્ર રાજ્યમાં હાલ તા. ૭ ઓકટોબર ૨૦૨૪ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહની ઉજવણી” થઈ રહી છે. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદમાં બાલ્કન-જી-બારી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવિનાશ બારોટ અને તેમના સાથી કલાકારો દ્વારા ડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો.  આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત 'આવતી કળાએ માડી' ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો અને સાથે જ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ નિદર્શન ગીત સાથે જ સોમનાથ કુમાર બક્ષી છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પિરામિડ પ્રસ્તુતિ પણ કરવામાં આવી.

આ કાર્યક્રમમાં નડિયાદ ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેટીયા સહિત બાલ્કન-જી-બારીના સભ્યો તથા વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार