सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા પરિક્રમા ૨૦૨૫: પંચકોશી યાત્રાનો રસપ્રદ સારાંશ

નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા ૨૦૨૫ હાલ પોતાના મધ્યાંતરે છે. ૨૯ માર્ચથી શરૂ થયેલી આ એક મહિનાની યાત્રા ૨૭ એપ્રિલ સુધી ચાલશે.

શૈશવ રાવ નર્મદા
  • Apr 14 2025 11:32AM

શ્રદ્ધાળુઓએ રામપુરા ઘાટથી શરૂ કરી, શહેરાવ ઘાટ, તિલકવાડા, રેંગણઘાટ અને કીડીમકોડી ઘાટ થઈ પરિક્રમા પૂર્ણ કરી, માં નર્મદાના આશીર્વાદ મેળવ્યા.


શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને વ્યવસ્થા
જાહેર રજાઓ અને તહેવારોના દિવસોમાં શ્રદ્ધાળુઓની ભીડ વધી, ખાસ કરીને શનિવારે રાત્રે લાખો ભક્તો ઉમટ્યા. ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રે શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરી. શહેરાવ ઘાટ પર અઢી કરોડના ખર્ચે હંગામી પુલ, ૧૦૦ નાવડીઓ, ૧૦૦ ટાંકી પીવાના પાણી, ૧૨૫ શૌચાલયો, ૪ એમ્બ્યુલન્સ અને ૧૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓની ૨૪ કલાક સેવા ઉપલબ્ધ છે.

સલામતી અને સેવા
જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ પોલીસ, હોમગાર્ડ અને GRD જવાનો દિવસ-રાત ખડેપગે છે. શનિવારે રાત્રે વડોદરાના ૬૫ વર્ષીય મીરાબેન પારેખને ગભરાટ થતાં પોલીસે તેમને મેડિકલ કેમ્પમાં પહોંચાડી સારવાર અપાવી, જે શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્રની તત્પરતા દર્શાવે છે.
શ્રદ્ધાળુઓનો આનંદ અને આભાર
નાવડીઓનું સરળ સંચાલન અને રૂટ પરની સુવિધાઓથી શ્રદ્ધાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો. “નર્મદે હર”ના નાદ સાથે ભક્તોએ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો, આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार