सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વધુ એક વિવાદ - પશુ ચરબી બાદ તિરુપતિના લાડુમાં તમાકુ મળ્યું

મહિલા ભક્તે કહ્યું જ્યારે મે લાડુ ભાંગ્યા ત્યારે કાગળના ટુકડામાથી તમાકુ મળી આવી

Jashubhai solanki
  • Sep 24 2024 2:59PM

દિરના સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા ગુણવત્તા નિયંત્રણ માટે લેવામાં આવતા પગલાં પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થઈ રહ્યા છે.

તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ભક્તે મોટો દાવો કર્યો છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક ભક્તે આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના પ્રસાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે, જે પ્રસાદ તે ઘરે લઇ ગયા હતા તેમાં તમાકુ કાગળમાં વીંટાળેલી મળી આવ્યું હતું. ગોલ્લાગુડુમ પંચાયતની રહેવાસી ડોન્ટુ પદ્માવતીએ દાવો કર્યો છે કે જ્યારે તે 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરમાં જઈને ઘરે પરત ફર્યા અને પ્રસાદ ખોલ્યો તો તેને તેમાં તમાકુના ટુકડા મળ્યા.

આસ્થા પર આઘાત

ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના પ્રસાદમાં તમાકુ મળી આવવાના દાવાથી ભક્તોની આસ્થા પણ આઘાત લાગ્યો છે.  . પ્રસાદ માટે બનાવવામાં આવતા લાડુ માટે ઘીમાં ચરબીના ઉપયોગને લઈને પહેલેથી જ હોબાળો ચાલી રહ્યો છે. મહિલા ભક્તે કહ્યું કે પ્રસાદ પવિત્ર છે, તેમાં આવો બગાડ દિલ તોડી નાખે છે. ભક્તો આ પ્રાકારના વાતાવરણથી ખુબ જ દુખી છે. 

કંપની સામે મોદી સરકારની મોટી કાર્યવાહી

તાજેતરના દાવાઓ પછી, મંદિરના સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા લેવામાં આવતા ગુણવત્તા નિયંત્રણના પગલાં પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ રહ્યા છે. તિરુપતિમાં લાડુમાં ભેળસેળના આરોપોને પગલે, FSSAI એ તમિલનાડુ સ્થિત એક કંપનીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને કથિત રીતે ખરાબ પે ઘી સપ્લાય કરવા બદલ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार