બીવીપી નડિયાદ શાખા ઘ્વારા એનર્જી ડ્રિન્ક પાઉચ વિતરણ કાર્યક્રમ યોજાયો
એસટી કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધારો કરીને સ્વાસ્થ્ય સારુ રહે તેવી શુભેચ્છા પાઠવેલ
ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા ઘ્વારા નડીઆદ એસ ટી વિભાગ ના ડ્રાઈવર - કંડક્ટર અને અન્ય કર્મચારી ગણ તથા જાહેર જનતા ને લાભાર્થે હાલ ગરમીના પ્રકોપ સામે રક્ષણ આપવા માટે "એનર્જી ડ્રિન્ક પાઉચ" વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રમુખ તેજલભાઈ પંડ્યા, શાખા વાલી કુમુદ ગોર, આઈપીપી અમિત સોની મંત્રી રિન્કેશ સોની અને ડેપો મેનેજર કે કે પરમાર ના વરદ હસ્તે ટેન્ગ પાઉચનુ વિતરણ કરવામાં આવ્યુ. ડેપો મેનેજર પરમારે અને શાખા વાલીએ પ્રાસંગિક પ્રવચન આપી એસટી કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધારો કરીને સ્વાસ્થ્ય સારુ રહે તેવી શુભેચ્છા પાઠવેલ.
આ પ્રસંગે શાખા વાલી કુમુદભાઈ ગોર, આઈપીપી અમિત સોની, પ્રમુખ તેજલભાઈ પંડ્યા, મંત્રી રિન્કેશ સોની, ઉપ પ્રમુખ દિવ્યેશ શાહ, ખજાનચી ગીરીશ ગામી, ડેપો મેનેજર કે કે પરમાર, એસટી ના એટીઆઈ, કારોબારી સભ્યો પ્રદીપભાઈ બારોટ, ભાવેશ રાઠોડ, સુરેશ પંચાલ, અન્ય સભ્યો તથા એસટી યુનિયન ના હોદેદારો, કર્મચારીગણ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવેલ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प