સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં યુનુસભાઈ વીજળીવાળા
આંબલામાં 'માતૃભાષા ગુજરાતી' વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં 'માતૃભાષા ગુજરાતી' વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં રસપ્રદ વક્તવ્ય આપ્યું.
રાવિકૃપા સંસ્થા અને શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનાં સહયોગ સાથે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ૫૯મી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિનું ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા લોકશાળા ખડસલીમાં આયોજન થઈ ગયું.
આંબલામાં સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ અને પ્રેરક વક્તા યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પોતાનાં અભ્યાસ સ્થિતિ અનુભવો સાથે પાઠ આપતાં રસપ્રદ વક્તવ્ય આપ્યું. તેમણે ધ્યેય નક્કી કરવાં સાથે પરીક્ષા હોય કે ન હોય અભ્યાસ સાતત્ય જાળવવા કહ્યું. પોતાનાં ગુરૂકુળ સોનગઢમાં અભ્યાસ દરમિયાન ગુરુજી ભોથાભાઈ ખસિયાનાં સ્મરણ સાથે અભ્યાસ જ કેન્દ્રમાં રાખવા તેમની શિખમણથી જ પોતે સફળ રહ્યાનું જણાવ્યું અને ૧૦ ટકા મહત્વાકાંક્ષા તથા ૯૦ ટકા પરિશ્રમ સાથે સફળતા મેળવવા જણાવ્યું. માવતરની અપેક્ષા માટે ખરા ઉતરવા પણ ટકોર કરી.
આ પ્રસંગે પ્રવિણભાઈ બલદાણિયાએ આ શિક્ષણ પ્રણાલી ઊર્જા આપનાર ગણાવી.
શિક્ષણવિદ્દ નલિનભાઈ પંડિતે લોકશાળા સંઘને અભિનંદન આપી માતૃભાષા સંદર્ભે થયેલ આયોજનને બિરદાવી શિક્ષણ તંત્રને પણ અહી કશુંક પ્રાપ્ત થઈ શકે તેમ જણાવ્યું.
સંસ્થાનાં અગ્રણી પ્રશાંતભાઈ ભટ્ટે યજમાન તરીકે આવેલા વિદ્યાર્થીઓએ પાંચ દિવસ મોજ કર્યાની બાબતને સફળતા ગણાવી.
સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ આવકાર આપતી વેળાએ સંસ્થાનાં કાર્યકર્તાઓનાં સંકલનથી સફળતાની લાગણી જણાવી.
સંસ્થાનાં ભરતભાઈ દવેનાં સંકલન સાથે વિદ્યાર્થી સંગીતવૃંદ દ્વારા ભાવવાહી પ્રાર્થના તથા ગીતગાન પ્રસ્તુતિ થયેલ. સાંજના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયાં. આ દરમિયાન ગુજરાતી તળપદ સાહિત્ય સંદર્ભે રંગપરની મંડળી દ્વારા ભવાઈ નાટ્ય પ્રયોગ સૌએ માણ્યો.
ગૌરાંગ વોરાનાં સંચાલન સાથે આ ઉપક્રમ દરમિયાન ૧૨ સંસ્થાઓ પૈકીનાં પ્રતિનિધિ વિદ્યાર્થીઓ કુમારી રાશિ ગોહિલ અને પારસ ભાલિયા સાથે શિક્ષક ચંદુભાઈ ભાલિયા તથા શિક્ષિકા ચાંદનીબેન મકવાણાએ આ દિવસોનાં અનુભવ પ્રતિભાવો રજૂ કરેલ.
આભાર દર્શન જશવંતભાઈ કાકડિયાએ કરતાં સંગોષ્ઠિ અહેવાલ પણ આપ્યો.
માતૃભાષા હેતુ શિક્ષણ સજ્જતા માટેનાં ઉપક્રમમાં સંઘ પ્રમુખ રાજેન્દ્રભાઈ ખીમાણી તથા ઉપપ્રમુખ ખોડાભાઈ ખસિયા અને મંત્રીઓ સંજયભાઈ કાંત્રોડિયા તથા જસવંતભાઈ કાકડિયાનું સુંદર સંકલન રહ્યું.
આંબલામાં વિદ્યાર્થીઓ માટે રસપ્રદ રહેલ સંગોષ્ઠિ દરમિયાન સંસ્થાનાં વડા અરુણભાઈ દવે, મહેન્દ્રસિંહ પરમાર, જીજીભાઈ ચૌહાણ, સુરશંગભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ આણદાણી, ભારતસિંહ ગોહિલ, કૃષ્ણભાઈ દવે, લાલજીભાઈ નાકરાણી, નાગરભાઈ પટેલ, હસમુખભાઈ દેવમમુરારિ, ભાનુભાઈ ભટ્ટ વગેરેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प