सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કપડવંજમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટરે કુલ ૧૪ પ્રશ્નોની રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી.

સુરેશ પારેખ
  • Sep 25 2024 6:46PM

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન, કપડવંજ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. 

આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને પ્રજાના પ્રશ્નો અને તકલીફોનું સત્વરે નિરાકરણ લાવવા કડક સૂચના આપી હતી.  કાર્યક્રમમાં શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્ન બાબતે જિલ્લા કલેકટરે સરકાર તરફથી પાંજરાપોળને દર ત્રણ મહિને 27 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાં રખડતા ઢોરોને સાચવવાની જવાબદારીનો પણ સમાવેશ થતો હોય રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલી આપવા જણાવ્યું હતું. તથા માલિકીના ઢોરોને નગરપાલિકા નક્કી કરેલ દંડની વસુલાત કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રસ્તા, શહેરમાં ઉભરાતી ગટર, પી.એમ. કિસાન યોજના, ગેરકાયદેસર દબાણ, પાણીના નિકાલ સહિત બાબતોના કુલ ૧૪ પ્રશ્નોની રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી હતી. 

જિલ્લા કલેક્ટરે આ પ્રશ્નો બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે અરજદારોની હાજરીમાં જ રૂબરૂ સંવાદ કરીને પ્રશ્ન નિરાકરણ બાબતે માર્ગદર્શક સૂચનો આપ્યા હતાં. 

વધુમાં જિલ્લા કલેકટરે જિલ્લા સ્વાગત કાર્યક્રમની ગંભીરતા સમજીને જવાબદાર અધિકારીઓ તરીકે કાયદાકીય જોગવાઈ મુજબ પ્રશ્નોના નિરાકરણ લાવવા બાબતે કામગીરી કરવા તથા પ્રજાજનોની કામગીરીમાં બેદરકારી દાખવનાર અધિકારીને એક તરફી છૂટા કરવાની ચીમકી પણ આપી હતી.

જિલ્લા કલેકટરે પ્રજાજનોના પ્રશ્નોની સાથે સાથે અધિકારીઓની સમસ્યા જાણી હતી. જેમાં કપડવંજ તાલુકામાં 315 આંગણવાડી પૈકી 7 ભાડાના મકાનમાં જ્યારે 28 આંગણવાડીઓ જર્જરીત હોવાનું માલુમ પડતાં તેઓએ પાંચ આંગણવાડી તાત્કાલિક મંજૂર કરવાની ખાતરી આપી હતી.

એમ.જી.વી.સી.એલ.ના અધિકારી દ્વારા સિંઘાલી સબ સ્ટેશનની રજૂઆત કરવામાં આવી હતી, પાણી પુરવઠા યોજના થકી કપડવંજના 150 ગામોમાં પાણી પહોંચાડવાની યોજના હાલના તબક્કે 85% કામ પૂર્ણ થયું હોવાનું વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે કપડવંજ ખાતે નવ નિર્માણ થઈ રહેલ સીએચસી બાંધકામ સ્થળની મુલાકાત પણ લીધી હતી તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગના વડા અને દર્દીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, ડીવાયએસપી વી.એન. સોલંકી, મામલતદાર આર.પી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ, ચીફ ઓફિસર કૈલાશબહેન પ્રજાપતિ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार