सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળની સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ.

યેશા શાહ
  • Sep 25 2024 5:58PM
જિલ્લા કલેકટર  અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં જિલ્લામાં કાર્યરત વિવિધ પાણી પુરવઠા યોજનાની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં સર્ફેસ વોટરનો લાભ મહત્તમ લોકોને પહોંચાડવા હેતુ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

બેઠક અંતર્ગત ખીજલપુર જૂથ યોજના, કપડવંજ સાઉથ ઝોન જૂથ યોજના, ફાગવેલ જૂથ યોજના, પરીએજ તળાવ, મહિસાગર આધારિત જૂથ યોજના, વનોડા જૂથ યોજના અને નગરામા જૂથ યોજના સહિત વિવિધ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા લોકોને આપવામાં આવતા પાણીના લાભની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ સર્ફેસ વોટરના લાભ અંગે લોકને જાગૃત કરી વધુમાં વધુ લોકોને આ પાણીનો લાભ અપાવવા સૂચન કર્યુ હતુ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક લલિત પટેલ, ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ, નડિયાદના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार