सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાયબ્રંટ નવરાત્રી-2024નો કરાવશે પ્રારંભ તેમજ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ

સાણંદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું પણ લોકાર્પણ કરાવશે.

Jashu Bhai Solanki
  • Oct 3 2024 12:09PM

નવરાત્રી મહોત્સવના આરંભે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. આ બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ છે. જ્યારે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા ભાડજ વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 1નું લોકાર્પણ કરશે. તો ગોતા વોર્ડમાં દ્વારકેશ એપાર્ટમેન્ટ પાસેના શાકભાજી માર્કેટને પણ ખુલ્લું મુકશે.

આ સાથે સાણંદ કાર્યક્રમમાં પણ ઉપસ્તિથ રહેશે. તેમજ સાંજે અમદાવાદ પોસીસ કમિશ્નર કચેરીનું પણ લોકાર્પણ કરશે. જે બાદ  GMDC પર રાજ્ય સરકાર આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવશે. તો 4 ઑક્ટોબરે એડીસી બેન્કના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. જ્યારે 244 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. અનેક વિકાસ કાર્યોની પણ માણસાને ભેટ આપશે. નવરાત્રિને લઈ પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના મંદિર દર્શન કરશે અને આરતીનો પણ લાભ લેશે.

ત્યાર બાદ ભાડજ વિસ્તારમાં સભા સંભોધન કરશે બપોરે 1.15 કલાકે અમિત શાહ અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં કાર્યકર્તા સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરશે. રાત્રે 9.45 કલાકે નવરાત્રી નિમિત્તે શહેરના જીએમડીસી ગ્રાઉંડ ખાતે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રંટ નવરાત્રી સમારોહમાં હાજરી આપશે. તેઓ નારણપુરા, સેટેલાઇય અને પ્રહલાદનગર પણ નવરાત્રી કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહ શુક્રવારે સવારે 10 વાગ્યે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ ગાંધીનગરના અડાલજ ગામ નજીક લોકોને સંબોધિત કરશે. તેઓ ADC બેન્કની 100મી વર્ષગાંઠ પર મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. શાહ શુક્રવારે બપોરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તળાવો અને બગીચાઓ સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ ગાંધીનગરના માણસા ટાઉન ખાતે 421 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ કરશે અને GMCના અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને જાહેર સભા સંબોધન કરશે.    

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार