सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ

ભરત પંચાલ
  • Oct 16 2024 5:44PM
રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની  વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરવામાં આવી  છે.

પાટણ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના  કન્વેન્શન  હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ  વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય તથા દેશે સાધે અભૂતપૂર્વ વિકાસની ઝાંખી દર્શાવતી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ -૨૦૨૪ માં  કલાવૃંદ  દેવાશ્રીડાન્સ એકેડમી  દ્વારા શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું. ધ્વનિ કલાવૃંદ દ્વારા શાસ્ત્રીય સંગીત તેમજ ગુજરાતી ગઝલો પીરસવામાં આવી હતી.  આમ, પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક કાર્યકમમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, અધિકારી કર્મચારી ઉપરાંત સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार