સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખાનગી હોસ્પિટલો માં ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દીઓને મફત સારવાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ થરાદ ની ખાનગી હોસ્પિટલો માં અનેક દર્દો માં દર્દીના ઓપરેશન કરી સરકારી નાણા ઓહિયા કરવાનું આયોજનબદ્ધ કોભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા વેગવાન બની રહી છે. આરોગ્ય અને નાણા વિભાગ ના અધિકારીઓ તેમજ પોલીસ ની ખાસ ટીમ બનાવી યોગ્ય તપાસ કરાય તો જ સરકારશ્રી ના નાણા બચે અને સામાન્ય પ્રજાજનો ની જીંદગી સાથે ચાલતી ડોક્ટરોની રમત પર અંકુશ મેળવી શકાય
છીંડે ચડ્યો તે ચોર આ જૂની કેહવત આજની તારીખ માં પણ એટલીજ સાર્થક છે અમદાવાદ ની ખ્યાતી હોસ્પિટલ માં બે નિર્દોષ નાગરીકો ના મૃત્યુ થયા ત્યારે આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું પરંતુ થરાદ તેમજ રાજ્ય ની અનેક ખાનગી હોસ્પિટલો માં આ ખેલ ચાલી રહ્યો છે, ખ્યાતી હોસ્પિટલો ના ડોકટરો રૂપિયા ના જોરે કે પછી રાજકીય જોર ના કારણે નિર્દોષ છૂટશે પરંતુ ગરીબ તેમજ મધ્યમ વર્ગ ની જનતા નું શું ? પરંતુ ઈલેક્સન માં આજ ગરીબ અને મધ્યમ વર્ગ વર્તમાન સરકાર વિરુધ મતદાન કરી જવાબ આપશે
સૌથી ગંભીર બાબત એ છે કે ખાનગી હોસ્પિટલો માં મફત માં ઓપરેસન કરી અને એ પણ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે .જાગૃત નાગરીકો નું માનવું છે કે ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવારો મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની યોજનાઓનો ભયંકર દુરઉપયોગ ભયજનક રીતે વધી રહ્યો છે. વર મરો, કન્યા મરો પણ મારું તરભાણું ભરો તે કેહવત પ્રમાણે ગમે તેમ ઓપરેસન કરી સરકારી યોજનાના નાણાથી ગજવા ભરવાનું આયોજન બદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે
વિવિધ રોગ થી પીડાતા દર્દીઓ હવે ખાનગી હોસ્પિટલો માટે દર્દી નહિ પરંતુ ‘’ ગ્રાહક ‘’ બની રહ્યા છે
આયુષ્માન યોજના ને ડોકટરોએ કમાણી નું સાધન બનાવી દીધું છે. ખ્યાતી હોસ્પિટલો ના કેસ માં મૃતક પરિવાર ને ન્યાય મળે તે દેખાતું નથી કારણ કે ચંદા દો ધંધા લો.
વર્તમાન સરકાર યોગ્ય પગલા નહિ લે તો રાજકોટ માં નાના બાળકોની હોસ્પિટલ અને હવે અમદાવાદ ની ખ્યાતી હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલો ના કોભાંડો થતા રહેશે નાગરીકો ના કલ્યાણ માટે ની યોજનાઓનો ગેર લાભ ઉઠાવી નાગરીકો ની જીન્દગી સાથે ડોકટરો રમત રમશે, પહેલા દર્દી ને સેવા કરવાનો અવસર અને ડોકટરો ને ભગવાન કેહવાતા હતા, ડોકટર નો વ્યવસાય સેવાનો પર્યાય કહેવાતો હતો પરંતુ આજે ધંધો બનાવી દેવાયો છે
ડોકટરો પૈસા કમાવવાની લ્હાય માં અનેક દર્દીઓ ના ખોટા ઓપરેશનો કરે છે તેવા લોકો ઉપર રડાર રાખી કડક માં કડક સજા નહિ કરે તો ભવિષ્ય માં અનેક લોકો ના જીવ જઈ શકે એમ છે
મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે ખ્યાતી હોસ્પિટલ ની ઘટના બાદ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી રાજ્ય ની કોઈ પણ હોસ્પિટલ મેડીકલ કેમ્પ યોજી શકસે નહિ. આરોગ્ય વિભાગ ને ધ્યાને તો છેજ કે પીએમ-જય યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલો દર્દી શોધવા અને તેમના ઓપરેશન કરી સરકાર માથી પૈસા પડાવવાના આસહ્ય થી આવા મેડીકલ કેમ્પો યોજે છે દર્દીઓએ પણ સાવચેત રેહવાની જરુર છે કે જેમ ઝેર મફત માં મળતું હોય તો પણ ના ખાવું જોઈએ તેજ પ્રમાણે મફત માં ઓપરેસન ભલે થતા હોય પરંતુ શક્ય હોય તો ઓપરેસન ટાળવું. તમારા ઓપરેશન ના પૈસા તમારા વતી સરકાર આપે છે પરંતુ ઓપરેસન કરવાથી તમારા સરીર ને ઘણી બધી નુકશાની થાય છે
આરોગ્ય વિભાગ સત્વરે પગલાં નહિ લે તો નવા મેડીકલ માફિયાઓ બેફામ થઇ જશે અને સરકાર અને આરોગ્ય વિભાગ નો ડર જ રહેશે નહિ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી વધશે
આયુષ્માન કાર્ડધારક દર્દી એટલે..... ડોકટરો માટે સોનાના ઈંડા આપતી મુર્ગી
આયુષ્માન કાર્ડધારક દર્દી એટલે..... ડોકટરો માટે એ.ટી.એમ