નવસારી જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 876 પિડીત મહિલાઓએ મદદ મેળવી
રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજના અભયમ 181ને દશ વર્ષ પૂર્ણ થયા
ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારની ફ્લેગશીપ યોજના તરીકે મહિલાઓના શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માર્ગદર્શન અને બચાવની અસરકારક કામગીરીના દસ વર્ષ પૂર્ણ થયા છે.
નવસારી જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 876 જેટલી પિડીત મહિલાઓએ મદદ મેળવી છે. જેમાં 697 જેટલી મહિલાઓના કેસમાં સમાધાન કરાવવામાં આવ્ય છે તેમજ 18 જેટલી મહિલાઓને સખી વન સ્ટોપ સેંટરમાં અને અન્ય સંસ્થાઓમાં આશ્રય આપ્યો છે.
રાજ્યના તમામ વિસ્તારમાં અભયમની સેવાઓ 59 અભયમ રેસ્કયુવાન સાથે 24x7 વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ અને લગ્નેતર સબંધમાં અસરકારક રીતે અભયમ કુશળ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે જેથી અનેક મહીલાઓના જીવનમાં સુખમય પ્રકાશ પાડવામાં આવ્યા છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प