सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Advani Admitted: પૂર્વ ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં ભરતી, રુટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા

હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Jashu Bhai Solanki
  • Dec 14 2024 11:04AM

દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રુટિન ચેકઅપ માટે દિલ્હીની અપોલો પોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે. તેમજ તેમની તબિયત સ્થિર હોવાના સમાતાર છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબીયત નાદુરુસ્ત હતી. અડવાણીજી આ વર્ષે જુલાઇમાં પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાર બાદ તેમની તબીયતમાં સધારો આવતા રજા આપવામાં આવીવ હતી.

એક મહિના પહેલા 26 જુને રાત્રે 1.30 વાગ્યે તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી.

લાલકૃષ્ણ અડવાણીને મળી ચુક્યો છે ભારત રત્ન એવોર્ડ
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને અગાઉ 31 માર્ચે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના નિવાસસ્થાને જઈને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા હાજર હતા. આ ખાસ અવસર પર અડવાણીના પરિવારના 10 લોકો પણ હાજર હતા. ગઈકાલે જ ચાર વ્યક્તિઓને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાના સન્માન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ અડવાણીના ઘરે હાજર હતા. એવું માનવામાં આવે છે કે ઘરે સન્માન સમારોહ યોજવા પાછળનો હેતુ અડવાણીનું સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થા હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી સંગઠન મંત્રી બીએલ સંતોષ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ હાજરી આપી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार