सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દિલ્હીમાં શિયાળો શરૂ થતાની સાથે જ પ્રદૂષણ! લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી, AQI ભયંકર સ્તરે

દિલ્હીના મોટા ભાગના વિસ્તારોની હવા ઝેરી બની. અનેક વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી

Jashu Bhai Solanki
  • Oct 30 2024 4:06PM

છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ છે, જેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્ષ દરરોજ 300ને પાર કરી રહ્યો છે. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવાનું પ્રદુષણ દિવસેને દિવસે વધતુ જાય છે. તેમજ અમુક વિસ્તારોમાં તો એક્યુઆઇ 400 પાર પણ પહોચી ગયો છે, જેને કારણે લોકોને શ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. તેમજ હોસ્પિટલમાં પણ શ્વાસ બાબતના દર્દીઓમાં વધારો નોંધાયો છે.

પ્રદુષણને કારણે દિલ્હીનું AQI લેવલ વધ્યું 
દિલ્હીમાં શિયાળો શરુ થતાની સાથે જ હવા પ્રદુષણમાં ખુબ જ વધારો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં એક્યુઆઇ વધારે જોવા મળ્યો છે. દરરોજ સવારના સમયે ધુમ્મસ અને ધુળના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. હાલના સમયમા દિલ્હીની સ્થિતી એવી બની ગઇ છે, કે લોકોને માસ્ક પહેરવું જરુરી બની ગયું છે.

સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધ્યું
આ વખતે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્ટબલ સળગાવવાની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે હવાની ગુણવત્તા વધુ બગડી છે. નિષ્ણાતો કહે છે કે, આ ખતરનાક AQI સ્તરના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધી રોગો, હૃદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં હોસ્પિટલોમાં શ્વાસ સંબંધી સમસ્યાવાળા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. દિલ્હી સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર કામચલાઉ પ્રતિબંધ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વાહનોની સંખ્યામાં ઘટાડો અને સ્વચ્છતા અભિયાનનું આયોજન સામેલ છે. આ ઉપરાંત લોકોને જરૂરિયાત વગર બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.  


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार