सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત: વરસાદ આજે પણ ખેલૈયાઓની મજા બગાડી શકે છે, સૌરાષ્ટ્રમાંના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

આજે નવરાત્રિના છેલ્લા નોરતે પણ વરસાદની આગાહીથી ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે

Jashu Bhai Solanki
  • Oct 11 2024 2:20PM

આજે નવરાત્રીના છેલ્લા નોરતે પણ ગુજરાતમા વરસદી માહોલ છવાયેલ છ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે, તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસમાં 20 જિલ્લામાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ગઇ કાલો ભારે વરસાદથી સુરત, નવસારી તેમજ ભાવનગરમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા.

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આજે ગીર સોમનાથ, અનરેલી તેમજ ભાવનગરમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજયના 77 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના વાલોડ, વ્યારા અને ડોલવાણમાં સૌથી વધુ 3-3 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ કોડીનારમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરત શહેરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના કામરેજમાં પોણા બે ઈંચ, માંડવીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના કારણે સુરત, વેરાવળ, ભાવનગર, તાપી, નવસારીમાં અનેક નવરાત્રિ પંડાલોમાં પાણી ભરાઈ જતા ગરબા બંધ રાખવાની ફરજ પડી હતી.

સુરત શહેરમાં નવરાત્રિના આઠમા નોરતે સાંજથી શરૂ થયેલા વરસાદે ગરબા પ્રેમીઓની મજા બગાડી હતી. ગાજવીજ સાથે વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજનો પર પાણી ફેરવી દીધા છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, અઠવાગેટ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, ઉમરા ગામ, ડુમસ રોડ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના, અડાજન અને રાંદેરમાં વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે નવસારીમાં અનેક ગરબા ગ્રાઉન્ડ જળબંબાકાર થઈ ગયા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે થઈ રહેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી હતી. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार