सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાંગ્લાદેશમાં હિન્દુ પર હુમલાઓ યથાવત, ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિન્દુ લધુમતી સમુદાયના સભ્યોએ દરેક જિલ્લામાં શાંતિપુર્ણ સાભાઓનું આયોજન કર્યું હતું.

Jashu Bhai Solanki
  • Nov 26 2024 11:19AM

બાંગ્લાદેશમાં ચટગાંવ સ્થિત ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ સ્થિતિ વણસી હતી. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો પર હુમલા થઇ રહ્યા છે. આ હુમલામાં 50 હિંદુઓ ઘાયલ થયા હતા. મોડી રાત્રે હજારો હિન્દુઓએ જય સિયા રામ અને હર હર મહાદેવના નારા સાથે મૌલવી બજારમાં મશાલ રેલી કાઢી હતી.

ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયના સભ્યોએ દરેક જિલ્લામાં શાંતિપૂર્ણ સભાઓનું આયોજન કર્યું હતું. જો કે, આ શાંતિપૂર્ણ બેઠકો પર ઉગ્રવાદી જૂથો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક જૂથોએ ચટગાંવમાં હિન્દુ સમુદાયના સભ્યો પર હુમલો કર્યો હતો.

ઢાકાના શાહબાગમાં શાંતિપૂર્ણ સભા દરમિયાન હિંદુ સમુદાયના સભ્યો અને ચટગાંવ યુનિવર્સિટીના પ્રોફેસર કુશલ બરન પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉગ્રવાદી જૂથોના હુમલામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની બંગાળના ભાજપ અધ્યક્ષે પણ નિંદા કરી હતી.

ચિન્મય પ્રભુની સોમવારે ઘરપકડ કરવામાં આવી હતી. 
બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. પોલીસ ડિટેક્ટીવ બ્રાન્ચના પ્રવક્તા રેઝાઉલ કરીમે જણાવ્યું કે પોલીસની વિનંતી પર ચિન્મય દાસની અટકાયત કરવામાં આવી હતી. કરીમે કહ્યું કે ચિન્મય દાસને કાયદાકીય પ્રક્રિયા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार