આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે, આ દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારીણી રૂપની પૂજા આર્ચના કરવામાં આવે છે, માન્યતા છે કે બ્રહ્મચારીણીની પૂજા કરવાથી ત્યાગ અને સંયમના આશીર્વાદ મળે છે. નારદજીના કહેવા પર તેમણે હજારો વર્ષ ભગવાન શિવની પૂજા કરી હતી. તેમના તપોમચ આચરણના ફળસ્વરૂપ તેમનું નામ 'બ્રહ્મચારિણી' પડ્યું હતું.
માતાના એક હાથમાં કમંડલ છે અને બીજા હાથમાં જપ માટે માળા છે. માતાનું આ તપસ્વી સ્વરૂપ દરેકને અનેક ફળ આપનાર છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પુણ્યની વૃદ્ધિ થાય છે. કાર્યોમાં આવનાર મુશ્કેલીઓ દુર થાય છે, તેમજ પોતાના સાધકોને દોષોથી પણ દુર રાખે છે. માતાના આશીર્વાદથી તે ક્યારેય કર્તવ્યના માર્ગથી ભટકતો નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે તપસ્વીનું મન સ્વાધિષ્ઠાનમાં રહે છે.
આવો જાણીએ નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજાવિધિ, મંત્ર, આરતી, પ્રિય ભોગ સહિત સંપૂર્ણ જાણકારી
બ્રહ્મચારીણી માતાજીની પૂજા વિધિ.
-શારદીય નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા ધારણ કરો.
-તેના બાદ ઘરના મંદિરથી વાસી ફૂલ હટાવીને મંદિર સાફ કરો.
-માતાજીના સામે દિવો કરો. હવે માતાને ફળ, ફૂલ, ધૂપ-દીપ, ચંદન અને અક્ષત અર્પિત કરો.
-બ્રહ્મચારિણી માતાની વિધિ-વિધાનથી પૂજા કરો અને તેમના મંત્રોનો જાપ કરો.
-બ્રહ્મચારિણી માતાની આરતી કરો અને અંતમાં બધા દેવી-દેવતાઓની સાથે માતા દુર્ગાની આરતી કરો.
માતા બ્રહ્મચારીણીનો પ્રિય ભોગ
શારદીય નવરાત્રના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે, તેમને શાકરનો ભોદ ધરવામાં આવે છે તેમજ પૂજા બાદ પરિવારના સદસ્યોના પ્રસાદી આપવામાં આવે છે. તેમજ પૂજા અર્ચના કરતી વખતે માતાજીને કમળના ફૂલ પણ ચડાવવામાં આવે છે. આ દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરવાથી જીવનમા સકારાત્મક ઉર્જા આવે છે.
મા બ્રહ્મચારિણીનો મંત્ર
दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु | देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा || આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યની તમાત ઇચ્છાપૂર્તી થાય છે.