सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાના રૂપિયા આવશે બેન્ક એકાઉન્ટમાં

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવી પડશે

Jashu Bhai Solanki
  • Oct 4 2024 10:48AM

દેશભરમાં કરોડો ખેડુતોને દિવાળી પહેલા ભેટ મળવા જઇ રહી છે. મોદી સરકાર આવતી કાલે એટલે કે 5 મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18 મો હપ્તો જાહોર કરવા જઇ રહી છે. વડાપ્રધાન નરન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં વાશિમની મુલાકાત લેશે, જ્યાથી તેઓ પીએમ કિસાન સન્માન નિધિનો 18 મો હપ્તો બહાર પાડશે. ડીબીટીના માધ્યમથી લાભાર્થીઓને બેન્ક અકાઉન્ટમાં 2000 રૂપિયાનો 18 મો હપ્તો જમા કરાવવામાં આવશે. 

આવી સ્થિતિમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જો તમારું ઈ-કેવાયસી નથી થયું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. આવી સ્થિતિમાં તમારી પાસે હજી પણ તક છે કે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારું ઇ-કેવાયસી કરી શકો છો.

તમામ ખેડૂતો સરળતાથી તેમની KYC પૂર્ણ કરી શકે છે, આ માટે સરકાર દ્વારા PM કિસાન મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા KYC કરવામાં આવે છે. આ એપની વિશેષતા એ છે કે, તે ફેસ ઓથેન્ટિકેશન સાથે જોડાયેલ છે, આ ફિચરથી દૂરના ગામમાં બેઠેલો ખેડૂત પણ પોતાના ચહેરાને સ્કેન કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે.PM કિસાન એપમાં ખેડૂતોને ઘણી વધુ સુવિધાઓ પણ આપવામાં આવી છે, જેના દ્વારા તેઓ તેમના ખાતા અને તેમની સ્થિતિ પણ ચકાસી શકે છે.

આ યોજના 2 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ થઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 2 ફેબ્રુઆરી, 2019ના રોજ ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) નામની એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી હતી. દેશના ખેડૂત પરિવારોને સકારાત્મક આવક આધાર સુનિશ્ચિત કરવા અને ઉત્પાદક, સ્પર્ધાત્મક, વૈવિધ્યસભર, સમાવિષ્ટ અને ટકાઉ કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार