सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

15 દિવસમાં જ હિઝબુલ્લાહનું આત્મસમર્પણ, ઇઝરાયેલને કરી યુદ્ધવિરામની અપીલ

ઇઝરાયેલની સેનાએ થોડા દિવસોમાં હિઝબુલ્લાહના ઘણા ટોચના નેતાઓને ખતમ કરી દીધા છે.

Jashu Bhai Solanki
  • Oct 11 2024 11:40AM

ઈઝરાયેલે માત્ર 15 દિવસમાં હિઝબુલ્લાહને ઘૂંટણિયે લાવી દીધું છે. હિઝબુલ્લાહના નાયબ નેતા નઈમ કાસિમે ઈઝરાયેલને યુદ્ધવિરામની અપીલ કરી છે. હિઝબુલ્લાહ ઈઝરાયેલની સામે ગાઝાની શરત પણ છોડવા તૈયાર છે. ઇઝરાયેલની સેનાએ થોડા દિવસોમાં હિઝબુલ્લાહના ઘણા ટોચના નેતાઓને ખતમ કરી દીધા છે. હસન નસરાલ્લાહ બાદ તેનો ઉત્તરાધિકારી સફીઉદ્દીન પણ માર્યો ગયો છે. આ સિવાય હથિયારોના જથ્થા, સેંકડો કમાન્ડરો અને આતંકવાદીઓને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે. લેબનોનમાં ગ્રાઉન્ડ ફાઈટિંગ દરમિયાન ઈઝરાયેલી સેનાએ ઘણા વિસ્તારો પર કબજો પણ કરી લીધો છે.

હિઝબુલ્લાહની યુદ્ધવિરામની અપીલ
હિઝબુલ્લાહ હવે લેબનોનમાં યુદ્ધવિરામ માટે સંમત થયું છે કારણ કે ઇઝરાયેલે લેબનીઝ-ઇઝરાયેલ સરહદ પર સૈનિકો ઉતાર્યા છે અને બેરૂત અને અન્ય સ્થળોએ હવાઈ હુમલાઓ ચાલુ રાખ્યા છે. હિઝબુલ્લાએ યુદ્ધવિરામ માટે ગાઝામાં યુદ્ધવિરામની શરત પણ છોડી દીધી છે. હિઝબુલ્લાના નાયબ નેતા નઈમ કાસિમે કહ્યું છે કે, અમે યુદ્ધવિરામ માટેના રાજકીય પ્રયાસોને સમર્થન આપીએ છીએ, એકવાર યુદ્ધવિરામ નિશ્ચિતપણે થઈ જાય, પછી અન્ય મુદ્દાઓ પર પણ સહમતિ કરવામાં આવશે. અત્યારે અમારા માટે લેબનીઝ લોકોની જીંદગી કરતાં બીજું મહત્વનું કંઈ નથી.

દિવસોદિવસ આક્રમક બનતી જઇ રહેલી ઇઝરાયલી સેના દ્વારા લગાતાર ઘાતક હુમલાઓથી લેબેનોન લોહીલુહાણ બની ગયું છે ત્યારે એકતરફ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ એવી મોટી ચેતવણી આપી છે કે લેબેનોન હિઝબુલ્લાહને દેશથી બહાર કાઢે નહિતર ગાઝા જેવી તબાહીનો સામનો કરવો પડશે. બીજીતરફ નમી પડયું હોય તેમ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પહેલીવાર યુદ્ધવિરામની માંગ કરી છે. 

અમેરીકા અને આરબ દેશોએ પણ મંત્રણા ચાલુ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ બુધવારે સવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. બાઈડન અને નેતન્યાહૂ વચ્ચે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચર્ચા થઈ હતી. બાઈડન અને નેતન્યાહુએ લેબનોન અને ગાઝામાં યુદ્ધ અંગે પણ ચર્ચા કરી હતી.

તમને જણાવી દઈએ કે ગાઝામાં હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે લેબનીઝ આતંકવાદીઓ હિઝબુલ્લાહ સાથે સીધા યુદ્ધની જાહેરાત કરી હતી. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુની યુદ્ધ કેબિનેટે ઉત્તરીય સરહદ પર લેબનોનમાં આતંકવાદીઓને સબક શીખવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પછી 17 અને 18 સપ્ટેમ્બરના રોજ પેજર અને વોકી-ટોકી હુમલાઓ સાથે હિઝબુલ્લાહ પર હુમલો શરૂ થયો. જો કે, લેબનોનમાં સીધી લડાઈ 23 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. આ દિવસે ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં આતંકવાદીઓ પર સીધો હવાઈ હુમલો કર્યો હતો.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार