નડિયાદ ખાતે યોજાનાર પરીક્ષાનાં આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર આ પરીક્ષામાં કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૬૮ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ૩૬૩૦ ઉમેદવારો પરીક્ષા આપશે
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાનાં અનુસંધાને નડિયાદ ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર પરીક્ષાનાં આયોજન સંદર્ભે
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે તકેદારી અધિકારી/સુપરવાઈઝરની મીટીંગ યોજાઈ. જેમાં ઉમેદવારોના પ્રવેશ, ઓળખકાર્ડ ચકાસણી, ઉત્તરવહી વિતરણ, વિજિલન્સ સહિતની તકેદારી અધિકારી/સુપરવાઈઝરની ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની આ પરીક્ષામાં જિલ્લામાં કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રોના ૧૫૨ બ્લોકમાં ૧૬૮ સીસીટીવી કેમેરાની ચુસ્ત દેખરેખ હેઠળ ૩૬૩૦ ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં જવાહર વિદ્યામંદિર (જવાહર વિદ્યાલય), શ્રી સરસ્વતી હિન્દી વિદ્યામંદિર, સંસ્કાર વિદ્યાલય, સંત અન્ના સ્કૂલ, ન્યુ ઈંગ્લીશ સ્કૂલ સેન્ટર A, ન્યુ ઈંગ્લીશ સ્કૂલ સેન્ટર B, જીવન વિકાસ હાઇસ્કુલ, વિઝન હાઈસ્કૂલ નડિયાદ, સેન્ટ મેરી હાઇસ્કુલ સેન્ટર A, સેન્ટ મેરી હાઇસ્કુલ સેન્ટર B, બાસુદીવાલા પબ્લિક હાઇસ્કુલ, સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, સલૂન સાર્વજનિક હાઇસ્કુલ, એમ.એસ.પટેલ વિદ્યાલય અલીન્દ્રા, નડિયાદ,ખેડા, ભારતી વિનય મંદિર અને નોલેજ હાઇસ્કુલ ખાતે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા યોજાશે.
આ પ્રસંગે કલેકટરએ એસઓપી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી પારદર્શક પરીક્ષાનું આયોજન કરવા સૂચના આપી હતી. આ માટે નિયુક્ત
તકેદારી અધિકારી/સુપરવાઈઝરની તાલીમ ગોઠવવા સૂચના આપી હતી. વધુમાં, જો આકસ્મિક સંજોગોમાં કોઈ ઉમેદવારને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં તકલીફ ઊભી થાય તો એના માટે યોગ્ય વાહન વ્યવહારની સુવિધા આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.બી.દેસાઈ સહીત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ, તકેદારી અધિકારી/સુપરવાઇઝર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प