सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કોળીયાક ધાવડી માતા મંદિર દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમૂબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

સમગ્ર ભારતમાં 17 સપ્ટેમ્બર થી શરૂ થયેલા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત અનેક સ્થળોએ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરના કોળીયાક ખાતે આવેલ ધાવડી માતાજીના મંદિર પાસે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમૂબેન બાંભણિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનો  કાર્યક્રમ યોજાયો હતો.

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 18 2024 6:20PM

કોળીયાક ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એક રેત શિલ્પ બનાવીને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.  આ ઉપરાંત ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા.

એક પેડ મા કે નામ અંતર્ગત 100 જેટલા વૃક્ષોના વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં હતો. આ કામગીરીમાં તાલુકા પંચાયત ભાવનગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ ભટ્ટે કર્યું હતું.

આ કાર્યક્રમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જયશ્રીબેન જરુ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. કે. રાવત, જિલ્લા પંચાયત ભાવનગરના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન બચુબેન ગોહિલ તથા તાલુકા પંચાયત ભાવનગર ના અધ્યક્ષા જશુબેન મકવાણા, પૂર્વ પ્રમુખ પેથાભાઇ આહીર , રાજુભાઈ ફાળકી,  કુલદીપસિંહ રાઠોડ, શ્રી  અજયભાઈ સોડવડરા,  તાલુકાના સભ્ય જાગૃતિબેન વિષ્ણુભાઈ કાંબડ, તાલુકા પંચાયત ભાવનગરના ઉપપ્રમુખ જીતુભાઈ સાંગા સહિતના અધિકારી , પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમ માટે જહેમત તલાટી મંત્રી કિશોરભાઈ વાઘેલા ઉઠાવી હતી 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार