सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ટેનિસ રમતના ખેલાડીઓને વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવા પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

બનાસકાંઠા જિલ્લાના ટેનીસ રમતના ૧૦ થી ૧૪ વર્ષના ખેલાડીઓ ૨૪ નવેમ્બર સુધી નોંધણી કરાવી શકશે

ભૂરપુરી ગોસ્વામી
  • Nov 21 2024 1:05PM
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. 

જે અનુસંધાને શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મૂલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. 

બનાસકાંઠા જિલ્લાના રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, IFT Ranking પ્રમાણપત્રો) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.

રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી- ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી info@altevol.com સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીબનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार