सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર

ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં રહેલી સુવિધા

મૂકેશ પંડિત
  • Feb 5 2025 11:03AM
સમગ્ર વિશ્વનાં વિરાટ એવાં મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહેલ છે. ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં સુવિધા રહેલી છે.

ભારતવર્ષનાં સનાતન પર્વ કે જેનું સમગ્ર વિશ્વને આકર્ષણ રહેલુ છે, તે કુંભમેળા સંદર્ભે અગાઉથી જ સમાચાર માધ્યમો નોંધ લેતાં રહે છે. સમગ્ર વિશ્વનાં સૌથી વિરાટ એવાં આ મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પ્રયાગરાજમાં પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહેલ છે.

ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા મહાકુંભમેળા પ્રારંભ અગાઉથી જ પત્રકાર પ્રતિનિધિઓની ચોકસાઈ અને જે તે માધ્યમોની દસ્તાવેજી આધાર નોંધણી વીજાણુ પ્રણાલી સાથે થવાં લાગી હતી. કોઈ પણ પત્રકાર માટે નહિ પરંતુ મહાકુંભમેળા માટે જ સમાચાર અહેવાલ સંકલન હેતુ નિયત પ્રતિનિધિ પત્રકારો માટે ખાસ અલગ ઓળખપત્રો રાખવામાં આવે છે, જેમાં જનસંપર્ક વિભાગની મધ્યસ્થી સાથે મેળા અધિકારી તથા સુરક્ષા અધિકારીની સહી રહેલ હોય છે.

મહાકુંભમેળા સંદર્ભે અહેવાલ કે વાર્તાલાપ અને મુલાકાત પ્રશ્નોત્તરી વગેરેનાં સંકલન માટે ખાસ કક્ષ રાખવામાં આવેલ છે. અહીંયા ધર્માચાર્યો, રાજદ્વારીઓ, અધિકારીઓ કે મહાનુભાવો દ્વારા ખાસ પ્રશ્નોત્તરી મુલાકાતો અને પત્રકાર પરિષદ ગોઠવવા પ્રણાલી સુવિધા રહેલ છે.

સ્થાનિક અને દેશ તથા વિદેશનાં પત્રકારો પોતાનાં સમાચાર અહેવાલ સામગ્રી પોતાની સંસ્થાને પ્રકાશન કે પ્રસારણ માટે મોકલી શકે તે માટે ખૂબ મોટો ખંડ આધુનિક સંચાર સુવિધા સાથે કાર્યરત રહેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार