નડિયાદ ખાતે સરકારી વકીલ તથા પોલીસ અધિકારીઓ નો નવા ત્રણ કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં ખેડા-આણંદના તમામ વકીલો હાજર રહ્યા હતા
નડિયાદ ખાતે ત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આણંદ-ખેડાના ડિસ્ટ્રીક્ટ જજ, કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત તમામ વકીલો હાજર રહ્યા હતા.
ગત ૧ જુલાઈ ૨૦૨૪ થી અમલીકરણ કરાયેલ નવા ત્રણ કાયદાઓ અંગે ઉપસ્થિત સભ્યોને માહિતી આપવામાં આવી હતી. આ કાયદાઓ અંતર્ગત ઘણા ગુનાઓ અને ચાર્જશીટ દાખલ થયા છે, પરંતુ આ કાયદાઓમાં પોલીસ અધિકારીઓ અને વકીલોએ દાખલ થયેલ કેસો ચલાવતી વખતે શું ધ્યાનમાં રાખવું તે અંગે માર્ગદર્શન આપવા ડાયરેક્ટર પ્રોહીબીશન કચેરી ગાંધીનગર દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તજજ્ઞો દ્વારા આ ત્રણ કાયદો અંગે છીણાવટ કરવામાં આવેલ અને ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલોને ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવેલ હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प