सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

PTR થી દવાઓ વેચતા મેડિકલ સામે શહેર અને જિલ્લાના ૩૦૦ જેટલા મેડિકલ ધારકોએ કરી લાલ આંખ

ભાવનગર શહેર અને જિલ્લામાં ૭૫૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે જેના ઉપર ૭૦૦૦ થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે.

સિદ્ધાર્થ ગોઘારી
  • Mar 3 2025 12:07PM

ભાવનગર શહેર અને જિલ્લામાં ૭૫૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે જેના ઉપર ૭૦૦૦ થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સેવા ના નામે ચાલતા મેડિકલ સ્ટોર્સ ગ્રાહકોને લલચામણી જાહેરાતો , મસમોટું ડિસ્કાઉન્ટ આપી ૭૦૦૦ થી વધુ લોકોને આર્થિક નુકશાન તો કરે જ છે સાથે સાથે ગ્રાહકોના સ્વાસ્થ સાથે પણ ચેડાં કરે છે.

ભાવનગર જિલ્લાના ફાર્મા રિટેલર્સ ગ્રુપના 300 થી વધુ મેડિકલ સ્ટોર્સ માલિકો શીવશક્તિ હોલ ખાતે ભેગા થયા હતા. આ પ્રસંગે ભાવનગરના સિનિયર ડ્રગ ઈન્સ્પેક્ટર ઠુમ્મર સાહેબે PPT પ્રેસેંટેશન દ્વારા સેડુયલ H ડ્રગ્સ , નાર્કોટિક્સ ડ્રગ્સ , NDPS એક્ટ , JAP વિશે ની જાણકારી આપી હતી.

કોમરેડ મેડિકલના માલિક અનિલભાઈ યાદવે જણાવ્યું કે PTR થી દવાઓ વેચતા મેડિકલ સ્ટોર્સ ધારકો સ્પુરિયસ(ડુપ્લીકેટ) દવા વેચે છે અથવા ચોરી કરેલી દવા વેચે છે જેને કારણે તેઓ વધુ પડતાં ડિસ્કાઉન્ટથી વેચી શકે છે,  વધુમાં જણાવતા કહ્યુ પાછલા દિવસોમાં આવનારા સમાચાર પત્રોમાં લાખો રૂપિયાની ડુપ્લીકેટ દવાઓનો જથ્થો દેશના રાજ્યોમાં થી મળી આવેલ હતો  , તેની શું ખાતરી કે આ ડુપ્લીકેટ દવાઓ ભાવનગરમાં નહી આવી હોય.


બાઈટ : અનિલભાઈ યાદવ , માલિક કોમરેડ મેડિકલ


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार