सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અર્વેનેસનો કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

તેજસ વશી
  • Jan 9 2025 6:18PM
વાહન ચાલવતી વેળાએ પુરતી તકેદારીઓ રાખવી જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અર્વેનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આરટીઓ અધિકારી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .આ પ્રસંગે કામરેજ પીઆઈ એ.ડી. ચાવડાએ જણાવ્યું હતું કે આજરોજ ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે વશિષ્ઠ વિધાલયમાં ટ્રાફિક અર્વેનસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરટીઓના અધિકારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ, એલસીબી પિઆઈ તેમજ અલગ અલગ જવાનો તેમજ સંદીપ સર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ઉજવવાનો મુખ્ય કારણ દર વર્ષે ભારત દેશમાં એક લાખ ૭૦ હજાર જેટલા લોકો માર્ગ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવે છે જેમાં અવરનેસ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આરટીઓના અધિકારી, સંદીપ સર તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તરફથી અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ટુવ્હીલર ચલાવતી વખતે ફરજીયાત હેલમેટ પહેરવું, ઓવરસ્પીડમાં વાહન ના ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ના ચલાવવું, ફોરવ્હીલ ચલાવતી વખતે ફરજીયાત સીટ બેલ્ટનો ઉપયોગ કરવો આવી તમામ બાબતોની આદત રાખશો તો દર વર્ષે માર્ગ અકસ્માતના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે તેના જીવની સુરક્ષા કરી શકીશું, આ કાર્યક્રમમાં વશિષ્ઠ વિધાલયના ડીરેક્ટર તથા મોટી સંખ્યામાં વડીલો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार