બનાસકાંઠા પાલનપુર સદભાવના ગ્રુપ દ્વારા ગુરુનાનક ચોક ખાતે મિનરલ પાણીની પરબ લોક સેવાર્થે ખુલ્લી મુકવામાં આવી...
ઉનાળાની કાળજાળ ગરમીમાં ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનો સહિત રહદારી લોકો માટે ખુબજ ઉપયોગી બનશે
પાલનપુર ખાતે તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નીતનવા સેવાકીય કર્યો કરી યુવાનો સતત સેવાકાર્ય માટે પ્રેરતા એવા હરેશભાઇ ચૌધરી દ્વારા વર્ષ ૨૦૦૯ થી સતત પાલનપુર ગુરુનાનક ચોક મુકામે આજરોજ મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે
પાલનપુરની મધ્યમાં આવેલ ગુરુનાનક ચોક કે જ્યાં શહેરનો મુખ્ય રાહદારી માર્ગ છે.જ્યાં દિવસના અનેકોલોકો પસાર થતા હોય છે.ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીના ૪ મહિના આ માર્ગમાંથી પસાર થતા રાહદારીઓ પોતાની તરસ છીપાવવા માટે પાઉચનું પાણી ૨ રૂપિયા જેવી કિંમતે ખરીદીને પીવું પડે છે.તેમ છતાં પણ આ પાઉચ અનેકવાર ગરમી-ઠંડી ની પ્રક્રિયા માંથી પસાર થતા પાઉચનું પ્લાસ્ટિક ઓગળીને પાણીમાં ભળતા કેન્સર જેવા ગંભીર રોગની બીમારીનો પણ ભય રહેલો હોય છે.પૈસા ખર્ચવા છતાં પણ સુદ્ધ પાણી મળતું નથી.
જેની સામે ગુરુનાનક ચોકમાં શુદ્ધ મિનરલ પાણીની પરબ કરતા લોકોને નીસુલ્ક પાણી પીવા મળી રહે છે.ઉનાળાની સિઝનમાં દરરોજના ૫૦ કેરબા એટલેકે ૧૦૦૦(એક હજાર) લીટર પાણી દિવસના ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો પીને પોતાની તરસ મીટાવે છે.આ પરબ ચાર માસ સુધી જ્યાં સુધી વરસાદ ના આવે અને ગરમીનો પ્રકોપ ઓછો ના થાય ત્યાં સુધી નિરંતર ચલાવવામાં આવે છે.
આજ રોજ આ પરબનો શુભારંભ ઉનાળાના ધગઘગતા તાપમાં રોડ પર ટ્રાફિકની કામગીરી કરતા પોલીસ જવાનોના બહુમાનના ભાગરૂપે ટ્રાફિક પોલીસ વિભાગમાં જમાદાર તરીકે ફરજ બજાવતા જમાદાર અને ટી.આર.બી જવાનોના હસ્તે પરબને ખુલ્લી મુકવામાં આવી હતી. પરબના શુભારંભ પ્રસંગે સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરી , નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી,નાગજીભાઇ દેસાઈ,હસમુખભાઈ પઢીયાર,જાગૃતિબેન મોઢ,પ્રકાશભાઈ ગાંધી, અને સદભાવના ગ્રુપના સૌ મિત્રો અને ટ્રાફિકના જવાનો હાજર રહ્યા હતા...
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प