નડિયાદ તાલુકા અને મહેમદાવાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યો એસએમસી સભ્ય, સીઆરસી સભ્યો અને બીઆરસી સભ્યો ઉપસ્થિત રહ્યા
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા મહેમદાવાદ તાલુકા અને નડિયાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.
અમદાવાદ સ્થિત ટ્રેસ્ના ફાઉન્ડેશન અને ટી.એલ. ટી . ટર્બો ઈન્ડિયા પ્રા. લિ. CSR પાર્ટનર ના સહયોગ થી મહેમદાવાદ તાલુકા ની પ્રાથમિક શાળા સૂંઢા અને સીહુંજ કન્યાશાળા અને નડિયાદ તાલુકા ની પ્રાથમિક શાળા નવા બિલોદરા , હાથજ ની નવી મુવાડી પ્રાથમિક શાળા અને કન્યાશાળા ચકલાસીમાં કન્યા વૉશરુમ બાંધવામાં આવેલ છે . ગ્રામીણ શાળાઓની અંદાજિત ૭૦૦ જેટલી વિધ્યાર્થીનીઓને આરોગ્ય સગવડ પામે અને તેમનું અધવચે શાળા છોડવાનું પ્રમાણ ઘટે તેવા ઉમદા હેતુ થી ટ્રેસ્ના ફાઉન્ડેશને કન્યા શૌચાલયનું નિર્માણ કર્યું છે, સદર કાર્યક્રમમાં સહયોગી કંપની ટી. એલ. ટી. ટર્બો ઈન્ડિયા પ્રા . લિ . CSR પાર્ટનર ના મેનેજિંગ ડિરેક્ટર પંકજ સોહોની તથા તેમની ટીમ , ટ્રેસ્ના ફાઉન્ડેશન ની ટીમ ના સદશ્યો હાજર રહ્યા હતા.
શાળાના આચાર્યો એસ એમ સી સભ્ય, સી આર સી સભ્યો અને બી આર સી સભ્યો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા .
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प