શિયાળુ સત્રના 7મા દિવસ બુધવારે લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી ફરી શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલ, 2024 રજૂ કરશે. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 માં સુધારો કરવાના બિલ પર દિવસ દરમિયાન વિચારણા કરવામાં આવશે.
સાંસગના બન્ને ગૃહોમાં સરળ કાર્યવાહી જોવા મળી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે તાજેતરમાં ગૃહને એલએસી પર સૈનિકો પાછા ખેંચવાની માહિતી આપી હતી. સાથે જ કહ્યું હતું કે ભારત-ચીન સંબંધોમાં સુધારાના સંકેતો છે. આ સિવાય સરકાર અને વિપક્ષ પણ એક અઠવાડિયા સુધી ચાલેલા મડાગાંઠ બાદ બંધારણ પર ચર્ચા કરવા માટે સર્વસંમતિ પહોચ્યા હતા.
ભાજપ સાંસદ હેમા માલિની દ્વારા હિંદુઓ પર થતા અત્યાચારોનો મુદ્દો ઉઠાવ્યો
મથુરાના સાંસદ હેમા માલિનીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સરકારને હિંદુઓ પર થતા હુમલા અટકાવવા માટે વિનંતી કરી હતી. તે પોતે કૃષ્ણ ભક્ત છે. તેનાથી તેમની સાથે લાખો ભક્તો દુઃખી થયા છે. અમે હિંદુઓ વિરુદ્ધ હિંસા અને અત્યાચાર સહન કરી શકતા નથી. આસામના સાંસદ દિલીપ સૈકિયાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં આજે બ્રેક નહી હોઇ, જેથી સ્થગિત કરવામાં આવેલા સમયની ભરપાઇ કરી શકાય.
રેલવે બિલ પર આજે ચર્ચા થશે : ઓમ બિરલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ દરમિયાન ગૃહને સંબોધતા કહ્યું, 'આજે આપણે રેલવે બિલ પર ચર્ચા કરીશું. તે પહેલા હું એક વાત કરવા માંગુ છું. ઘણા વર્ષોથી લોટરીમાં 20 પ્રશ્નો આવે છે, તે પણ ખૂબ જ મુશ્કેલીથી. કેટલાક સભ્યોને એક વર્ષમાં પણ લોટરીમાં તક મળતી નથી, જ્યારે કેટલાકને એક સત્રમાં બે-ત્રણ તકો મળી છે. સંસદના તમામ સભ્યોની હાજરીમાં લોટરી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવે છે. હું તમને બધાને સંક્ષિપ્ત પ્રશ્નો પૂછવા અને ટૂંકા જવાબ આપવા વિનંતી કરું છું, જેથી કરીને અમે 20 પ્રશ્નોની સૂચિ પૂર્ણ કરી શકીએ.