सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ કલેકટર કચેરી ખાતે SSC અને HSC બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ના આયોજન માટે બેઠક યોજાઈ

જિલ્લામાં કુલ ૬૯ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ ૧૦ અને ૧૨ના અંદાજિત ૪૫,૨૦૪ પરીક્ષાાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે

યેશા શાહ
  • Feb 20 2025 10:42AM

ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ૨૭-૦૨-૨૦૨૫ થી ૧૭-૦૩-૨૦૨૫ સુધી યોજાનાર એસ.એસ.સી અને એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ ના આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિ ખેડા દ્વારા પરીક્ષાના સંચાલન અને આયોજન માટે બેઠક યોજાઇ હતી.

કલેકટર અમિત પ્રકાશ યાદવે બેઠક અંતર્ગત સીસીટીવી કેમેરા હેઠળ મોનિટરિંગ, વિદ્યાર્થીઓનું સરળ ટ્રાન્સપોર્ટેશન, રાતના સમયે વધુ અવાજે વાગતા ડીજે ઉપર અંકુશ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગની વ્યવસ્થા ઉભી કરવા સૂચન કર્યા હતા. સાથે જ આવનારા સમયમાં વિદ્યાર્થીઓનું સાયન્સ અભ્યાસક્રમમાં રુચિ કેળવાય તે માટેના પ્રયત્નો કરવા જણાવ્યું હતું.

ખેડા જિલ્લામાં કુલ ૬૯ પરીક્ષા કેન્દ્રો પર ૧૬૩૩ બ્લોકમાં અંદાજિત ૪૫,૨૦૪ પરીક્ષાાર્થીઓ ઉપસ્થિત રહેશે. જેમાં ધોરણ ૧૦ ના ૨૯,૭૬૯ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૩,૧૭૪ અને વિજ્ઞાન પ્રવાહના ૨૨૬૧ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે કુલ ૧૭૧ કેન્દ્ર સંચાલકો, કુલ ૧૭૩૦ ખંડ નિરીક્ષકો, ૧૭૧ વહીવટી મદદનીશ, ૧૭૧ વર્ગ ૦૪ પટાવાળા, ૫૦ ઝોનલ કચેરી ખાતે રોકાયેલ કર્મચારીઓ, ૧૭૧  સરકારી પ્રતિનિધીઓ, જિલ્લાની સંકલન સમિતિના વર્ગ -૧ અને ૦૨ના ૬૯ અધિકારીઓ, કંટ્રોલ રૂમ અને સ્થાનિક સ્કોવોર્ડ સાથે રોકાયેલ કર્મચારીઓ ૨૦, આમ કુલ ૨૫૫૩ અધિકારી/કર્મચારીઓ પરીક્ષામાં કાર્ય કરશે.

પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી અટકાવવા તમામ ૧૬૨ પરીક્ષા સ્થળ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. સાથે જ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના પત્ર મુજબ જરૂરી આધારો મેળવી જરૂરી વ્યવસ્થાપન પણ કરવામાં આવશે. પરીક્ષા સંદર્ભમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો માનસિક તણાવ અને મૂંઝવણ માટે સારથી હેલ્પલાઇન વોટસઅપ નંબર ૮૧૬૦૦૭૫૩૨૦, ૨૪*૭ કલાક કાર્યરત રહેશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार