सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણમાં વૈદિક હોળી પરંપરા, પર્યાવરણ અને ભક્તિનો અનોખો ઉત્સવ યોજાયો

પાટણના પ્રગતિ મેદાનમાં છેલ્લા પાંચમાં વર્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૈદિક હોળીનું ભવ્ય આયોજન થાય છે. આ પાવન પ્રસંગે પરંપરા, પર્યાવરણલક્ષી વિચારધારા અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળે છે.

સુદર્શન ટીમ
  • Mar 15 2025 2:21PM
પરંપરાગત આયોજનો અને શ્રદ્ધાનો મેળાવડો  એટલે વૈદિક હોળી
આ વિધિમાં દેશી ગાયના શુદ્ધ છાણા, અબીલ-ગુલાલ અને 180 પ્રકારની વૈદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે. મેદાનની સંપૂર્ણ સફાઈ બાદ ભૂમિને શુદ્ધ કરી ત્યાં પાવન અગ્નિ પ્રગટાવવામાં આવે છે. હોલિકા દહન માત્ર દાંપત્ય જીવનના દુષ્પ્રભાવો અને નકારાત્મકતાના દહનનું પ્રતિક નથી, પરંતુ પર્યાવરણ શુદ્ધિ અને આયુર્વેદિક લાભો માટે પણ મહત્વ ધરાવે છે.


આ હોલી મહોત્સવમાં ખાસ કરીને બહેનો અને માતૃશક્તિની વિશેષ ઉપસ્થિતિ રહે છે. ચારે બાજુ સુંદર રંગોળીથી મેદાનને શણગારી દેવાય છે. મહિલાઓ હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા અને પૂજા અર્ચનામાં જોડાઈ ધર્મપ્રેમ અને ભક્તિનો અનોખો આભાસ કરાવે છે.


કોરોના મહામારી દરમિયાન પણ આ વૈદિક હોળી પાટણ માટે આશીર્વાદરૂપ બની હતી. દેશી છાણા અને જડીબુટ્ટીઓના ધૂપન દ્વારા સમગ્ર એરિયામાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, જે આરોગ્યલક્ષી અને પર્યાવરણલક્ષી સંદેશ વહન કરે છે.

સમગ્ર સમાજનું સમર્થનમાં
આ પવિત્ર પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, ભજન મંડળીઓ, બહેનો અને પાટણના અગ્રણી નાગરિકો ઉપરાંત રાજકીય નેતાઓ પણ હાજરી આપી હોલિકા માતાની પૂજા-અર્ચના કરે છે. આ ભવ્ય આયોજન માત્ર પાટણ જિલ્લાની શોભા જ નહીં, પણ સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણારૂપ બન્યું છે.

હોલિકા દહન: આધી શાંતિ અને પર્યાવરણનું પ્રતિક:
આ હોળી પ્રસંગે માત્ર અગ્નિ દહન થતું નથી, પરંતુ નકારાત્મકતા, દુઃખ, રોગ, અંધકાર અને દુશ્મનાવટનું દહન કરી ધર્મપ્રેમ, ભક્તિ, એકતા અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવે છે.

પાટણની વૈદિક હોળી હવે માત્ર ધાર્મિક ઉત્સવ નથી રહી, તે પાટણના ગૌરવનું પ્રતીક બની ગઈ છે — જ્યાં ભક્તિ સાથે પર્યાવરણની રક્ષા અને સમાજમાં એકતાનું દીપક પ્રગટાવવામાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार