કોડીનાર નગર પાલિકા માં ભાજપે ભવ્ય જીત મેળવી છે તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથ નો દબદબો યથાવત રહ્યો.ચૂંટણી પૂર્વે જ 4 બેઠક બિન હરીફ ભાજપ ને મળી હતી જ્યારે આજે બાકી ની 24 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો અનેક કાવાદાવા તેમજ એડીચોટી નું જોર લગાવવા છતાં કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી.
આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો અને માત્ર ત્રણ આંકડામાં જ મતો મળ્યા હતા જેથી આગામી દિવસોમાં લગભગ મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે.
કોડીનાર પાલિકાની સામાન્ય ચૂંટણી માં ભાજપ ની જીત નિશ્ચિત હતી કોંગ્રેસ ના ઉમેદવાર ની ડિપોઝીટ પણ ગુલ થઈ છે આ જીત કોડીનાર ની જનતા ની છે જે હમારા પરિવાર ઉપર વિશ્વાસ મુક્યો તો એ વિશ્વાસ કાયમ રાખીસુ કોંગ્રેસ ના અમુક લોકો કોડીનાર ના નેતા બનવા ગયા તા પણ લોકો એ તેમને ઘરભેગા કરી દીધા છે.
કોડીનાર નગરપાલિકા માં છેલ્લા બે વર્ષથી પાલિકામાં વહીવટ દાર સાસન હતું જેના લીધે કોડીનાર ના સફાઈ જેવા અનેક પ્રસનો રહિયા છે જેથી હમે લોકો પહેલા સફાઈ જેવા અનેક મુદ્દે કામ કરીશુ.
કોંગ્રેસ ની કારમી હાર થઈ છે કોડીનાર પાલિકા માં કોંગ્રેસ નું ખાતું ના ખોલી સ્કી.