सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આપ નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં બોરવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમા આમ આદમી પાર્ટીની એન્ટ્રી

પરંપરાગત બીજેપીની ગણાતી બોરવાવની સીટ આમ આદમી પાર્ટીના ફાળે જતા મોટો અપસેટ સર્જાયો.

મૌલિક ઝણકાટ
  • Feb 18 2025 7:14PM
સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે, 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ સીટ 237 મતની લીડથી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, બોરવાવ સીટ પર આમ આદમી પાર્ટીના વિપુલ શિંગાળાની જીત થઈ છે ,જ્યારે ચિત્રાવડ સીટ પર આમ આદમી પાર્ટીની માત્ર 29 મતે હાર થઈ છે.

તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામના નેતૃત્વમાં લડવામાં આવી હતી,તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ખૂબ મજબૂતાઈથી લડાઈ લડવામાં આવી , આપનેતા પ્રવીણ રામે ઇકોઝોનના મુદે અનેક સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો ત્યારે આજ રોજ પરિણામ આવતા તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે, બોરવાવ તાલુકા પંચાયત વર્ષોથી ભાજપની પરંપરાગત સીટ રહી છે  ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિપુલ શિંગાળાનો 237 મતે વિજય થતા મોટો અપસેટ સર્જાયો છે, ચિત્રાવડ સીટ માત્ર 29 મતોના નજીવા માર્જિનથી આમ આદમી પાર્ટી હારી છે ત્યારે આ બાબતે આપ નેતા પ્રવિણ રામે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઇકોઝોનના મુદે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે અમે આગળ આવ્યા હતા પરંતુ કોંગ્રેસે બંને સીટો પર લડવાની જીદ પકડી રાખવાના કારણે ચિત્રાવડ સીટ પર બીજેપીની જીત થઈ છે, ભાજપની આ જીતના કારણે જો ગીરમાં ઇકોઝોન આવ્યો તો એમના માટે મુખ્ય જવાબદાર કોંગ્રેસ રહેશે એવો આક્ષેપ કર્યો હતો.

આ તકે વધુમાં પ્રવીણ રામે જણાવ્યું હતું કે બોરવાવ સીટ પરની જીત એ ગીરના લોકોની જીત છે અને ઇકોઝોનની હાર છે, આ પરિણામો તો માત્ર ટેલર હતા જો ભાજપ ઇકોઝોન મુદે આગળ વધશે તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતો , ધારાસભા અને સાંસદની ચૂંટણીમાં આવા કપરા પરિણામો ભોગવવા ભાજપે ગીર વિસ્તારના 196 ગામોમાં તૈયાર રહેવું પડશે, વધુમાં પ્રવીણ રામે તલાલામાં આમ આદમી પાર્ટીની આ જીત મળવા બદલ દેવેન્દ્રભાઈ સોલંકી, ડી બી સોલંકી , ભીમસી પંડિત તેમજ બંને સીટમાં જીત મેળવવા માટે રાત દિવસ એક કરનાર પાર્ટીના કાર્યકર્તાઓ,ગામના યુવાનો અને વડીલો તેમજ તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार