પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં બાપા સીતારામ પરિવાર સુરત, સચિન, ભાવનગર, પુના અને મહારાષ્ટ્રનાં ભક્તોનાં પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેમાં રોજ બપોરે અને સાંજે ૭૦૦૦ થી ૮૦૦૦ માણસોને ઉત્તમ ભોજન કરાવવામાં આવે છે અને ૨૪ કલાક ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતથી આવતા કુંભ સ્નાન માટે ૭૦૦ માણસો રહી શકે તેવી ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સેક્ટર ૧૮માં બાપા સીતારામ પરિવારનાં ભાવનગર,સુરત, સચિન, પુના અને મહારાષ્ટ્રનાં સ્વયંસેવકો ૧૨ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી ખડે પગે રહી આ સેવાયજ્ઞ કરી રહ્યા છે. ગુજરાતમાંથી કુંભ સ્નાન કરવા જતા ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે.ભૂખ્યાને ભોજન આપવું એ બજરંદાસ બાપાનાં ધ્યેય મુજબ આજે એમના ભક્ત પરિવાર દ્વારા ઉત્તમ સેવા કાર્ય થઈ રહ્યું છે.