सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કામગીરી : નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું

ખેડા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી

યેશા શાહ
  • Feb 13 2025 6:26PM
ખેડા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમાના માર્ગદર્શનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હિતાર્થ  જગદીશચંદ્ર પાઠક (બકલ નંબર ૯૫૦), એએસઆઇ ધર્મપાલસિંહ ફતેહસિંહ (બકલ નંબર ૮૨૧), અનાર્મ હેડ કોન્સ્ટેબલ નિમેષ કુમાર ભારતભાઇ (બકલ નંબર ૮૮૧),અનાર્મ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ ભગુભાઈ (બકલ નંબર ૯૭૧), આર્મ હેડ કોન્સ્ટેબલ કુંદન કુમાર ઉમેદભાઈ (બકલ નંબર ૧૩૮), અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સહદેવભાઈ જાલાભાઇ (બકલ નંબર ૧૧૧૫) ની એસઓજી ટીમ દ્વારા નડિયાદ શહેરમાં ભારતીય નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપી પાડ્યો છે !

નડિયાદ શહેરમાં અમદાવાદી બજાર પોલીસ ચોકી વિસ્તારમાં આવેલ વ્હોરવાડ ધુપેલ ખાંચામાં ભારતીય ચલણની બનાવટી નોટો સાથે ૨ આરોપીઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા ! ખેડા એસઓજી પોલીસે વિવિધ બનાવટી ચલણ નોટોમાં ૫૦૦ દર ની ૧૩૫ નોટ ૨૦૦ દરની ૧૬૮ નોટ તથા ૧૦૦ દરની ૨૫ નોટો સાથે આરોપી મહમંદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદ ની અટકાયત કરી ! એસઓજીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હિતાર્થ પાઠકની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે બીએનએસની કલમ ૧૭૮,૧૮૦,૧૮૧,૬૧(૨)(એ)૫૪ મુજબ ગુનો નોંધી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार