બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ ત્રણ જગ્યાએથી આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવસે એલસીબી પોલીસને મળી શુકનની શફળતા. જિલ્લા એલસીબી પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલી ગાડી ભોરડુ ગામ તરફથી ભાભર તરફ જનાર છે જેથી એલસીબી પોલીસે ઉંદરાણા ગામ નજીક વોચ ગોઠવઠા હકીકત બાતમી વાળી બ્રેજા ગાડી આવતાં તેને રોકાવવાનો પ્રયાસ કરતાં ગાડી ચાલક એલસીબી પોલીસથી બચવા ગાડી ભગાડી મૂકી હતી જેથી આસોદર ગામ નજીક ગાડી રોડની સાઈડમાં ઉતરી જતાં એલસીબી પોલીસે દારૂ ભરેલી બ્રેજા ગાડી સહિત ચાલક મેરસિંહ નારણસિંહ રાજપૂત રહે હડેતર સાંચોર રાજસ્થાન વાળાને ઝડપી પાડી 6,11,130 ના મુદામાલ સાથે કુલ ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે જેમાં બે ઈસમોને ઝડપી પાડવા કેવાયત હાથ ધરી છે.
ત્યારે વધુમાં બાતમી મળી હતી કે ભરાતમાલા સિક્સ લાઈન રોડ ઉપર રાજસ્થાન તરફથી આવી રહેલ રહેલ છોટાહાથી ડાલુ માંગરોળ નજીક આવતા એલસીબી પોલીસને જોઈને છોટા હાથી ડાલુ ચાલક ડાલુ મૂકીને નાશી જતાં એલસીબી પોલીસે ડાલુ ચેક કરતાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી દારૂની બોટલો મળી આવતાં કુલ 2,33,730 ના મુદામાલ સાથે છોટા હાથી ચાલક સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જયારે એજ દિવસે વધુમાં માહિતી મળી હતી કે તાલુકાના જમડા ગામની સીમમાં રહેણાંક મકાનમાંથી 380 દારૂ બિયર ની બોટલો જેની કિંમત રૂપિયા 40,636 દારૂ મળી આવતા દિલીપસિંહ થાનાજી રાજપૂત રહે જમડા વાળા સામે થરાદ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
આમ એકજ દિવસમાં બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાયે કુલ આઠ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડતા બનાસકાંઠા એલસીબી પોલીસને ડિસેમ્બરના પહેલા દિવસે મોટી સફળતા મળી હતી.